આજથી ફરી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું, પ્રથમ દિવસે 2500માંથી 426 પ્રવાસીઓએ ટિકિટ બુક કરાવી

ગુજરાત
ગુજરાત 56

કોરોના કાળમાં છેલ્લા 6 મહિનાથી બંધ વિશ્વનું સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આજથી ફરી એકવાર પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાયું છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલતા કેવડિયા પ્રવાસન સ્થળ ફરી પ્રવાસીઓની અવરજવરથી ધબકતું બન્યું છે અને કોવિડ-19ના નિયમોના પાલન સાથે 90 ટકા પ્રોજેક્ટો ખુલ્લા મુકાયા છે. ત્યારે ઘણા સમયથી પ્રવાસીઓ જે પ્રવાસન સ્થળ ખુલવાની રાહ જોતા હતા એ પ્રવાસન ધામ જોવા પહેલા દિવસે 426 જેટલા પ્રવાસીઓએ ઓનલાઇન ટિકિટ બુક કરાવી છે. જોકે, સવારે 10થી 12ના પ્રથમ સ્લોટમાં 17 લોકોએ સ્ટેચ્યુમાં પ્રવેશ મેળવ્યો હતો.

કેવડિયા કોલોનીમાં 1 ઓક્ટોબરથી બંધ જંગલ સફારી ટ્રાયલ બેઝ પર ફરી ચાલુ કરવામાં આવ્યા બાદમાં 10 ઓક્ટોબરથી ટ્રાયલ બેઝ પર ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, એક્તા મોલ પ્રવાસીઓ માટે ફરી ખુલ્લાં મુકાયા પ્રવાસીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો અને કોવિડ-19ની ગાઇડલાઇન પ્રમાણે ધીરે ધીરે પ્રોજેક્ટો ખુલ્લા મુકાયા છે. 15મી ઓક્ટોબરથી રિવર રાફટિંગ, એકતા નર્સરી, કેક્ટ્સ ગાર્ડન, બટરફ્લાઈ ગાર્ડન, વિશ્વ વન ખુલ્લા મુકાયા બાદ આજથી 17 ઓક્ટોબર શનિવારથી એટલે કે પહેલાં નોરતાથી પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ માટે પ્રવાસીઓની સલામતિની પૂરતી કાળજી લેવા કોવિડ-19 ગાઈડલાઈનના ચુસ્ત પાલન અંગેની તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરી દેવામાં આવી છે.

આજે સવારથી પાંચ સ્લોટમાં પ્રવાસીઓને એન્ટ્રી આપવામાં આવશે, પહેલા 8થી 10ના સ્લોટમાં 500 પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવનાર હતો. જોકે, 27 જેટલા પ્રવાસીઓ પ્રથમ સ્લોટમાં જોવા ગયા હતા. આમ આખા દિવસમાં 426 જેટલા પ્રવાસીઓએ ટિકિટ બુકિંગ કરાવી છે. ટિકિટ સ્કેનિંગથી લઈને વોકે લેટર અને તમામ જગ્યાએ ફિઝિકલ ડિસ્ટન્સ રહે એવા માર્ક કરી દેવામાં આવ્યા છે અને માઈક પર પણ એનાઉન્સ થતું રહેશે. હવે પ્રવાસીઓએ પોતાની જાતે ખાસ કાળજી રાખવાની છે. પ્રવાસીઓને કેવડીયા ખાતે કોઈપણ ટિકિટ બારી પરથી રૂબરૂમાં ટિકિટ ઈસ્યુ કરવામાં આવશે નહીં. પ્રવેશ સમયે થર્મલ સ્ક્રિનીંગ અને સેનિટાઈઝેશન કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. કુલ 5 સ્લોટ સવારે 8થી 10, 10થી 12, 12થી 2, 2થી 4 અને 4થી 6 રાખવામાં આવ્યા છે. પ્રત્યેક સ્લોટમાં 500 પ્રવાસીને પ્રવેશ. એન્ટ્રી ટિકિટ 400( ચરણ અને મ્યુઝિયમ) પ્રવાસી વ્યુઇંગ ગેલેરી – 100 પ્રવાસી સમગ્ર દિવસમાં – 2000 એન્ટ્રી ટિકિટ( ચરણ અને મ્યુઝિયમ) પ્રવાસી અને 500 વ્યુઇંગ ગેલેરી પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે. જેના માટે તંત્ર હાલ સજ્જ છે.

આજથી શરૂ થનારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવવા પ્રવાસીઓનો થનગનાટ વધ્યો છે. હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટીના 90 ટાકા પ્રોજેક્ટો ખુલ્લા મુકાયા છે ત્યારે પ્રવાસીઓની આવક અને તેમના પ્રતિભાવો નોંધવામાં આવશે. સૌથી સારું બસ સેવાનો ઉપયોગ કરવો સારો નહીતો પાર્કિંગમાં 150 ખર્ચીને ચાલતા આવવું પડશે. 300 રૂપિયામાં ઇકો ટુરિઝમની બસની પણ વ્યવસ્થા કરી છે. જેમાં સ્ટેચ્યુ, જંગલ સફારી અને ન્યૂટ્રિશિયન પાર્ક છોડી તમામ પ્રોજેક્ટ બતાવવામાં આવશે. આ સાથે કેવડિયા સર્ક્યુલર રૂટ બસની વ્યવસ્થા છે. જેમાં 50 રૂપિયાની ટિકિટ લેવાની અને તમામ પ્રોજેક્ટ બહારથી બતાવવામાં આવશે. જે બસ સતત ફરતી રહેશે. ગાઈડ તમામ સ્પોર્ટની માહિતી અપાશે, જો બસમાંથી ઉતરી પડ્યા અને બીજી બસમાં બેઠા એટલે બીજા 50 રૂપિયા ચૂકવવા પડશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.