મોડાસા ડિસ્ટ્રિક સેસન્સ કોર્ટમાં હત્યાના ગુન્હામાં આરોપીને આજીવન કેદની સજાનો હુકમ

અરવલ્લી
અરવલ્લી

કોઈપણ વ્યકતી આવેશમાં આવી ગુનાહિત પ્રવૃત્તિ કરે તો કોર્ટ તેને યોગ્ય સજા કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ બેસાડે છે. જેનાથી લોકો ખોટા હત્યા કે બળાત્કાર જેવા કૃત્યો ના કરે આવી જ એક હત્યાના આરોપીને કોર્ટે આજીવન કેદની સજા કરી છે.

અરવલ્લી જિલ્લા સેશન્સ કોર્ટે હત્યાના ગુન્હામાં આરોપીને મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો હતો. વર્ષ 2022માં મેઘરજના બેડજ વિસ્તારના જંગલમાં યુવતીની લાશ મળી હતી. આરોપી કિરણ મનોહરભાઈ ભગોરાએ યુવતીની હત્યા કરી લાશને ઝાડ પર લટકાવી દેવાની ઘટના સામે આવતા મેઘરજ પોલિસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલિસે સમગ્ર કેસની ઝીણવટભરી તપાસ હાથ ધરી આરોપીની હત્યાના ગુનામાં ધડપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જે કેસ મોડાસા નામદાર ડિસ્ટ્રિક સેસન્સ કોર્ટમાં ચાલી જતા આરોપીને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.