Budget 2024: ઇનકમ ટેક્સપેયર્સને મોટી રાહત, નાણામંત્રીએ કરી આ મોટી જાહેરાત
budget: નાણામંત્રીએ દેશના લાખો ટેક્સપેયર્સને મોટી રાહત આપવાની જાહેરાત કરી છે. નાણામંત્રીએ આવકવેરા સ્લેબમાં ફેરફાર કરીને ટેક્સપેયર્સને રાહત આપવાની જાહેરાત કરી છે. બજેટ ભાષણમાં નાણામંત્રીએ કહ્યું કે નવા ટેક્સ પ્રણાલીમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન 50 હજાર રૂપિયાથી વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવશે. આ સાથે ટેક્સ માળખામાં પણ ફેરફાર કરવામાં આવશે. હવે નવા ટેક્સ સિસ્ટમમાં 3 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નહીં લાગે. જ્યારે 3 લાખથી 7 લાખ રૂપિયાની વચ્ચે 5 ટકા ટેક્સ ચૂકવવો પડશે. 7 થી 10 લાખની આવક પર 10 ટકાના દરે ટેક્સ ભરવો પડશે. તે જ સમયે, 10 થી 12 લાખ રૂપિયાની આવક પર 15 ટકાના દરે ટેક્સ ચૂકવવો પડશે. જ્યારે 12 થી 15 લાખ રૂપિયાની આવક પર 20 ટકાના દરે ટેક્સ લાગશે. 15 લાખથી વધુની આવક પર 30 ટકાના દરે ટેક્સ ભરવો પડશે. જો કે જૂની ટેક્સ વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.