ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાધનપુર અને સાંતલપુર તાલુકાની મુલાકાત લીધી હતી. તેમણે ભારે વરસાદથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું. સાંતલપુરના નલીયા ગામમાં 5 અને રણમલપુરામાં એક વ્યક્તિનું નદીમાં ડૂબી જવાથી મોત થયું હતું. વિધાનસભા અધ્યક્ષે મૃતકોના પરિવારજનોની મુલાકાત લીધી હતી. તેમણે દરેક પરિવારને સાંત્વના આપી હતી. આ દરમિયાન તેમણે સ્થાનિક પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં પૂરથી થયેલા નુકસાનની સમીક્ષા કરવામાં આવી હતી. અધ્યક્ષે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે સ્થાનિક વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી. પૂર પીડિતોને તાત્કાલિક મદદ પહોંચાડવા માટેના નિર્દેશો આપ્યા છે.
- September 11, 2025
0
27
Less than a minute
You can share this post!
editor
Related Articles
prev
next