વાવ સુઇગામ તાલુકા ના કમાન્ડ એરિયા ના 22 ગામો ની 14078 હેકટર જમીન ને સિંચાઈ માટે નર્મદા નું પાણી મળતું થશે
વાવ અને સુઇગામ તાલુકા ના કમાન્ડ એરિયા ના 22 ગામો ને સિંચાઈ માટે નર્મદા નું પાણી મળી રહે તે માટે શંકરભાઇ ચોધરી એ રાજ્ય સરકાર માં રજૂઆતો કરી થરાદ થી દેવપુરા સુધી ની 32.કી. મી ના અંતરે કામ શરૂ કરાવ્યું છે નર્મદા કેનાલ માં થતા કામો ની ગેરરીતિ ઓ ના મુદ્દે રખેવાળ ન્યૂઝ ચેનલ અને દૈનિક માં સમાચારો પ્રસિદ્ધ થતાં તંત્ર માં ભારે દોડધામ મચી જવા પામી હતી.જોકે આ મુદ્દે અમારા રિપોર્ટર વિષ્ણુ પરમાર જોડે ની રૂબરૂ મુલાકાત માં નર્મદા વિભાગ ના કા.પાલક ઇજનેર કચ્છ નહેર વિભાગ નંબર 3..1 ના એચ.કે.રાઠોડે જણાવ્યું હતું ન્યૂઝ નો અહેવાલ પસિદ્ધ થતાં તંત્ર સ્થળ ઉપર પહોંચી ચકાસણી હાથ ધરી હતી.આ બાબતે કલેકટર સાહેબ આદેશ અનુસાર કલેકટર કચેરી માં રિપોર્ટ પણ રજૂ કર્યો હતો.
વધુ વાતચીત દરમ્યાન કા.ઇજનેરે જણાવ્યું હતું કે દેવપુરા થી સુઇગામ સુધી ના 32 કી.મી ના અંતરે શરૂ થયેલ કામ ચાર પેકેજ માં ટેન્ડર મારફત અપાયું છે.જેમાં પેકેજ 2અને 4 જય અંબે કન્ટ્રકસન કંપની ને ફાળે ગયું છે.જ્યારે પેકેજ 1 ડી.એલ.સી કંપની ને અને પેકેજ 3 મા ઇનફા ના ફાળે ગયું છે. આ કામ નો વર્ક ઓર્ડર સપ્ટેમ્બર 2022 ના રોજ અપાયો છે કામ ની સમય મર્યાદા માર્ચ 2024 ની હતી.જે સમય મર્યાદા વધારી રિવાઇઝ મંજૂરી માંગી 31.12.2024 સુધી લંબાવવા માં આવી છે કામ પુર જોશ માં ચાલી રહ્યું છે. 25.કી. મી.ના અંતર સુધી કામ પૂર્ણ થઈ ગયું છે.
જોકે સુઇગામ તાલુકા ના ખડોલ વિસ્તાર ના ખેડૂતો વળતર ની માગણી ના મુદ્દે 150થી 200 મીટર ના અંતર નું કામ થવા દેતા નથી વધુ માં આ માર્ગ પરથી પસાર થતા ભારત માળા રોડ પ્રોજેકટ ને લઈ કામગીરી માં થોડો વિલંબ થયો છે. ટુક સમય માં કામ પરિપૂર્ણ થઈ જશે આ વિસ્તાર ના 22 ગામો ની 14087 હેકટર જમીન માં સિંચાઈ માટે પિયત થઈ જશે. સરહદી રણ વિસ્તાર ધરાવતા વન્ય.જીવો માટે આ કેનાલ સૂકા રણ માં મીઠી વીરડી સમાન પુરવાર થશે. વધુ માં અમારા રિપોર્ટરે કરેલા સવાલ માં તકલાદી કામ ને જરાપણ નહિ ચલાવી લઈએ કામ ની કોલીટી અને કોન્ટેટી ની ચકાસણી કરીને બિલ નું ચુકવણું થશે. આ કામો ઉપર ઈજનેર તેમજ 5 થી વધુ સુપરવાઇઝરો ની દેખરેખ રહે છે. અમો જિલ્લા કલેકટર ની સૂચના મુજબ સતત કામ કરી રહ્યા છે. કામ માં જરાપણ ગેરીતિ જણાશે તો સેમ્પલ નું ટેસ્ટીગ કરી રિઝલ્ટ મેળવી કામ સારું નહિ હશે તો તોડીને ફરી કરાવીશું. આ વિસ્તાર ના ખેડૂતો ની દરેક વાતો ને ધ્યાને લઇશું…