ગટરના પાણી ભરાઈ રહેતા ચાંદીપુરા વાયરસને નગરપાલિકા આપી રહી છે આમંત્રણ
રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર વિસ્તાર સાતની અંદર આવેલ મસાલી રોડ ઉપર વગર વરસાદે પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને અન્ય લોકો પરેસાન ચાદીપુરા વાયરસને નગરપાલિકા આપી રહી છે આમંત્રણ
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે વોર્ડ નંબર 7 મસાલિ રોડ ઉપર આહીર સમાજની છાત્રાલય અને અન્ય સ્કુલોની બાજુમાં વગર વરસાદે ગટરના પાણી ભરાઈ રહેતા ચાંદીપુરા વાયરસને નગરપાલિકા રાધનપુર આપી રહી છે આમંત્રણ અને વિદ્યાર્થીઓ અને વાલીઓ અને રહીશો ભોગવી રહ્યા છે હાલાકી આ વિસ્તારની અંદર રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી નો નિવાસ્થાન આવેલ હોય મામલદાર અને અન્ય અધિકારીઓ પણ આ વિસ્તારની અંદર રહેતા હોય આ વિસ્તારની અંદર વગર વરસાદે ગટરના પાણીથી રોડ ઉપર પાણી ભરાઈ રહેતા લોકો ગંદા પાણીમાં વિદ્યાર્થીઓ ગંદા પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે એક બાજુ સરકાર ચાંદીપુરા વાયરસ લાદવા માટે અલગ-અલગ પ્રકારના પ્રચારો કરી રહી છે તેવા સમયે રાધનપુર નગરપાલિકા ચાંદીપુરા વાયરસને આમંત્રણ આપ્યું હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે.