આગને કઇ રીતે કાબૂમાં લેવી અને જાનમાલને બચાવવું એ બાબતે જાગૃતિ લાવવા માટે : સીએનજી સ્ટેશને મોકડ્રિલ યોજાઈ

અરવલ્લી
અરવલ્લી

મોડાસા શામળાજી રોડ પર ફિલિંગ સ્ટેશનની ગાડીમાં આગ લાગી, ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી ઉનાળાના સમયે સીએનજી કે પેટ્રોલપંપ કે અન્ય વાહનોમાં આગની ઘટના બનતી હોય છે. ત્યારે આવા સમયે આગને કઇ રીતે કાબૂમાં લેવી અને જાનમાલને બચાવવું એ બાબતે જાગૃતિ લાવવા માટે વહીવટી તંત્ર દ્વારા શામળાજી રોડ પર આવેલ સીએનજી મધર સ્ટેશને મોકડ્રિલ યોજાઈ હતી. જેમાં સીએનજીની ગાડીમાં મધર સ્ટેશને એકાએક આગ લાગે છે. ત્યારે પ્રથમ ત્યાં પડેલા ફાયર સેફ્ટીના સાધન વડે આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરાયા હતા.

ત્યાર બાદ મોડાસા નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરતા બે વોટર બાઉઝર વડે વોટર ફાઇટિંગથી આગને કાબૂમાં લીધી હતી. આ આકસ્મિક ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા સીએનજી પંપના કર્મીને 108 દ્વારા ઝડપી સારવાર અર્થે ખસેડાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.