રાજકોટની ઘટના બાદ મોડાસાના કાબોલા ખાતે આવેલા એકવાલેન્ડ વોટરપાર્કને પ્રાંત અધિકારી અને મામલતદારે સિઝ કર્યો

અરવલ્લી
અરવલ્લી

રાજકોટના ગેમઝોનમાં બનેલી ઘટના બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. તંત્ર દ્વારા દ્વારા મોડાસાના કાબોલા ખાતે આવેલા વોટરપાર્ક પર તપાસ હાથ ધરીને વોટરપાર્ક બંધ કરાયો હતો.

મોડાસાથી હિંમતનગર રોડ પર કાબોલા પાસે એકવલેન્ડ વોટરપાર્ક આવેલો છે. ગરમીના સમયે આ વોટરપાર્કમાં ગરમીથી બચવા માટે સહેલાણીઓ વોટરપાર્કમાં નાહવા માટે આવતા હોય છે. ત્યારે રાજકોટના ગેમઝોનમાં જે બેદરકારીના કારણે નિર્દોષ 28ના મોત થયા છે. ત્યારે એવી કોઈ જાહેર ક્ષેત્રમાં ચૂંક ના રહી જાય અને કોઈ મોટા નુકસાનમાંથી ઉગરી જવાય એ માટે અરવલ્લી જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ મોડાસા પ્રાંત અધિકારી અને મોડાસા મામલતદાર, પોલીસ સ્ટાફ સહિત વોટર પાર્ક દોડી આવ્યા હતા અને લાયસન્સ, એનઓસી વગેરેની તપાસ હાથ ધરી હતી. વોટરપાર્કમાં નાહવા માટે આવેલા દરેક ગ્રાહકને વોટરપાર્કમાંથી બહાર નીકળી જવા સૂચના આપી હતી અને સંચાલકોએ પણ ગ્રાહકોને રિફંડ આપ્યું હતું અને વહીવટી તંત્રએ વોટરપાર્ક સિઝ કર્યો હતો. આમ રાજકોટની ઘટના બાદ અરવલ્લી તંત્ર હરકતમાં આવ્યું અને એકવાલેન્ડ વોટરપાર્ક સિઝ કરાયો હતો.

આ અંગે ડે. કલેક્ટર જણાવ્યું હતું કે, કલેક્ટરના આદેશ પ્રમાણે આજે એકવાલેન્ડ વોટરપાર્ક આવ્યા હતા અને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ વોટરપાર્કના લાયસન્સની પ્રોસેસ હજુ કલેક્ટર કચેરીમાં ચાલુ છે. જેથી અમે આ વોટરપાર્ક સિઝ કર્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.