ઊંઝા પંથકમાં આકાશમાંથી અગનગોળા વરસતાં ગરમીનો પારો ઉંચકાયો : બપોરે રસ્તાઓ સૂમસામ

મહેસાણા
મહેસાણા

પક્ષીઓ માટે પીવાના કુંડાઓનું ઠેર ઠેર વિતરણ: ઉઝા પંથકમાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે. દિવસે ને દિવસે ગરમીનો પારો ઉંચો જઈ રહ્યો છે. જેને લઈને સવારથી જ ગરમીનો અહેસાસ થાય છે. અને બપોર થતાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. જેના આગળ પંખા અને કુલર જેવા વીજ ઉપકરણોનો ઉપયોગ થવા લાગ્યો છે. ટક્કર આપી શકે તેમ નથી. લોકો ભરબપોરે કામ કાજ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ગરમીમાં રાહદારીઓ માટે ઠેર-ઠેર ઠંડા મીનરલ પાણીની પરબો શરૂ કરવામાં આવી છે.

ગરમીને પહોંચી વળવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. જેમાં લીંબૂ સરબત, છાશ, લસ્સી, ફુટનો રસ, શેરડીનો રસ, આઈસ્ક્રીમ જેવા ઠંડા પીણાંથી ગરમીમાં રાહત મેળવી ઠંડા થઈ રહ્યા છે. બીજી તરફ લોકો ગરમીથી બચવા મોઢે રૂમાલ, માથે ટોપી જ્યારે મહિલાઓ સ્કાફ, સમરકોટ, આંખે ગોગલ્સ પહેરીને ગરમીનો સામનો કરી રહી છે. ઉંઝા હાઈવે થી લઈને સોસાયટી આગળ શેરડી રસના કોલા જોવા મળી રહ્યા છે. ધનવાન વર્ગ ગરમીમાં રાહત મેળવવા એ.સી.નો ઉપયોગ કરી રહ્યો છે. પરંતુ લાઈટ વગર ઝુંપડીપટ્ટીમાં રહેતા શ્રમજીવી પરિવારો ઝાડના છાંયડાનો સહારો લઈ રહ્યા છે.

બીજી તરફ ગરમીમાં પશું પંખીઓની હાલત દયનીય બની છે. જોકે જીવદયાપ્રેમીઓ દ્વારા પશું પંખીઓ માટે પાણીના કુંડાઓનું ઠેર ઠેર વિતરણ કરવામાં આવી રહ્યું છે. પંખીઓ આવી ગરમીમાં રાહત મળે તે માટે જીવદયાપ્રેમી દ્વારા પાણી પીવાના કુંડાઓ મુકાયા છે. પંખીઓ માટે લોકો પોતાના ઘર આગળ, ઝાડ નીચે, ખુલ્લી જગ્યામાં, અગાસીમાં પાણીની પરબો મુકી રહ્યા છે. પશુપાલકો પશું માટે તબેલાઓમાં પંખા, કુલર ગોઠવાયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.