ખેડબ્રહ્માના પઢારા પાસેથી બાતમી આધારે ખેડબ્રહ્મા પોલીસે ગેરકાયદેસર બંદૂક સાથે શખ્સની ધરપકડ

સાબરકાંઠા
સાબરકાંઠા

લોકસભાને લઈને સાબરકાંઠા જિલ્લાના સરહદ પર 10 જેટલી ચેકપોસ્ટ 24 કલાક કાર્યરત છે. ત્યારે ખેડબ્રહ્માના પઢારા પાસેથી બાતમી આધારે ખેડબ્રહ્મા પોલીસે ગેરકાયદેસર બંદૂક સાથે શખ્સને ઝડપી લઈને તેના સામે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીની લઈને ચેક પોસ્ટ પર ચેકીંગની કામગીરી 24 કલાક કરાઇ રહી છે. બીજી તરફ ખેડબ્રહ્મા પણ પોલીસ દ્વારા પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું દરમિયાન બાતમી મળી હતી કે ખેડબ્રહ્માના પઢારામાં મકવાણા ફળીમાં રહેતો સુરેશ શંકરભાઇ પરમાર પોતાના ઘરેથી દેશી બનાવટની એક નાડીવાળી બંદૂક ઘર નજીક રાજસ્થાનની સરહદ પર જંગલ વિસ્તારમાં છુપાવવા જવાનો છે. જેને લઈને પોલીસ સ્ટાફ સાથે આંતરરાજ્ય સરહદ પઢારા પાસે ઇલેક્ટ્રિક ડીપી પાસે અલગ અલગ સ્થળે સ્ટાફ વોચમાં હતો. દરમિયાન એક ઈસમ કપડું વીંટાળીને કંઈક વસ્તુ છુપાવીને શંકાસ્પદ જતા ઇસમને ઝડપી લીધો હતો. કપડું ખોલતા દેશી બનાવટની લાયસન્સ વગરની બંદૂક હતી. ત્યારબાદ તેનું નામ સુરેશ શંકરભાઇ પરમાર જણાવ્યું હતું. જેને લઈને ખેડબ્રહ્મા પોલીસે સુરેશની ધરપકડ કરી આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યાવહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.