ઊંઝા તાલુકાના પ્રતાપગઢ ગામની પરિણીતાએ ફોન કરી હેરાન કરનાર યુવકના ત્રાસથી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

મહેસાણા
મહેસાણા

યુવાન સામે દુષ્યપ્રેરણની ફરિયાદ નોંધાઈ: ઊંઝા તાલુકાના પ્રતાપગઢ ગામની બે સંતોનોની માતા એવી પરિણીતા યુવતીને ફૉન પર યુવાન દ્રારા અવાર નવાર ફૉન કરી સબંધ રાખવા દબાણ કરતા પરિણીતાએ ફૉન બ્લોકમાં નાખતા અન્ય ફૉન પરથી ફૉન કરી માનસીક ત્રાસ આપતા પરિણીતાને મરવા માટે મજબુર કરતા તેણીનીએ સમાજમાં બદનામ થવાના ડરથી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં યુવાન સામે ઉનાવા પોલીસ સ્ટેશનમાં દુષ્યપ્રેરણની ફરિયાદ નોંધાઇ છે.

વિગતો અનુસાર ઊંઝા તાલુકાના ઉનાવા પ્રતાપગઢ ગામે રહેતી અને મહેસાણા યુજીવીસીએલમાં નોકરી કરતી રોહિણી ઉર્ફે પિન્કીબેનના મોબાઇલ ફોન પર ફેનિલ નામનો યુવાન અવાર નવાર ફૉન કરી સબંધ રાખવા માગણી કરતો હતો. તેણીની ન ઇરછતી હોવા છતાં અવાર નવાર હેરાન કરતા યુવાનનો નંબર બ્લોકમા નાખ્યો હતો. જોકે યુવાને બીજા નંબર પરથી તેણીનીને ફૉન કરી માનસિક ત્રાસ આપતા બે સંતાનોની માતાએ આખરે કંટાળીને સમાજમાં બદનામ થવાના ડરથી પોતાનાં ઘરના બીજા માળે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. જેમાં પરિણીતાના બેસણાના દીવસે કૌટુંબિક ભાણા મારફતે જાણવા મળેલ કે રોહિણીને હોસ્પિટલ લઈ જતાં સમયે કોઈ અજાણ્યા ઈસમ દ્રારા વારંવાર ફોન આવતાં હતાં અને ફૉન ઉપાડતા કોઈ જવાબ મળતો ન હતો. જેમાં તપાસ કરતા ફેનિલ નામના યુવાનના વિડિયો કોલ અને ફૉન આવ્યાં હતા. જેથી ફરિયાદીની દીકરીને અવાર નવાર ફૉન કરી તેણીની કોઈ સબંધ રાખવા માગતી ન હોવા છતાં હેરાન પરેશાન કરી સમાજમાં બદનામી ના ડરથી દુષ્યપ્રેરણ માટે મજબુર કરી હતી. જેથી મરણ જનાર પરિણીતાના પિતા ચેલજીભાઈ નરસિંહભાઈ ચૌધરી રહે.ચિત્રોડીપુરા તા. વિસનગરએ ઉનાવા પોલીસ સ્ટેશનમાં ફેનીલ નામના યુવાન સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૩૦૬ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.