ઊંઝા તાલુકાના કરલી ગામે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું : જય ભવાની ભાજપ જવાનીના સૂત્રોચાર કરાયા

મહેસાણા
મહેસાણા

ક્ષત્રિય સમાજ માત્ર રૂપાલાને નહીં સમગ્ર ૨૬ સીટો પર ભાજપને હરાવવા હાકલ કરાઈ: ઊંઝા તાલુકાના કરલી ગામે હાઇવે પર આવેલ નાયરા પેટ્રોલપંપ સામે ખુલ્લા મેદાનમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજ એક થઈ આગામી ચૂંટણીઓમાં ભાજપને હરાવવા હાકલ કરાઇ હતી. ક્ષત્રિય સમાજ માત્ર રૂપાલાને નહીં પરતું સમગ્ર ૨૬ સીટો પર ભાજપને હરાવવા હાકલ કરાઈ હતી. કરલી ખાતે યોજાયેલ ક્ષત્રિય સંમેલનમાં ઉપસ્થિત અગ્રણીઓએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, પુરષોતમ રૂપાલા દ્રારા આપવામા આવેલ નિવેદનને લઈ ભારે આક્રોશ ફેલાયો છે. ગુજરાત ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ દ્વારા પુરષોતમ રૂપાલાની ટીકીટ પાછી ખેંચવા માંગ કરાઈ પરતું કોઈ પગલું ભરવામાં આવ્યુ નથી અને ભાજપ પોતાનાં નિર્ણય પર અડગ રહી છે જેથી ક્ષત્રિય સમાજ દ્વારા અસ્મિતા સંમેલન યોજી ભાજપને હરાવવા મેદાને પડયા છે. જેમાં હવે માત્ર રૂપાલા નહી પરંતુ તમામ સીટો પર ભાજપને હરાવવા હાકલ કરાઇ હતી.

મહેસાણા જિલ્લા રાજપુત સમાજ સંકલન સમિતિ ચેરમેન પી.સી.રાજપુત જણાવ્યુ હતુ કે, પુરષોતમ રૂપાલા નિવેદન સમાજમાં આક્રોશ ફેલાયો હતો. હવે રૂપાલા નહી પરંતુ સમગ્ર ભાજપ સામે સમાજ આવી ગયો છે. આજથી આંદોલનની શરૂઆત થઈ છે. અગામી ચુંટણીઓમાં ભાજપને હરાવવા તનતોડ મહેનત કરીશુ. આ ઊપરાંત ભાજપની વિરુદ્ધમાં મતદાન કરવા હાકલ કરાઇ હતી ભાજપ ૪૦૦ નહીં પરંતુ ૩૦૦ સીટો જીતી બતાવે ગુજરાતમાં લાગેલી. આ ચિનગારી સમગ્ર દેશમાં ફેલાયેલી છે જે રાજસ્થાન યુપી હરિયાણા સહિતના રાજયનમાં અસર થશે. ક્ષત્રિય સમાજ દ્વારા શરૂ કરવામાં આવેલ આંદોલન ખુબજ શાંતિપુર્ણ માહોલમાં ગાંધી ચિંધ્યા માર્ગે શરૂ થયુ છે. જે બાપુ માર્ગે આંદોલન ના બને તે જરૂરી છે. ક્ષત્રિય સમાજ રાજપૂત, ઠાકોર સમાજ જાગીરદાર સમાજ છે. આ કાર્યકમમાં ગુજરાત ક્ષત્રિય સમાજ સંકલન સમિતિના અશ્વિનસિંહ સરવૈયા સહિતનાં સદસ્યો, વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજા, પ્રદેશ ઉપાધ્યક્ષ જયદેવસિંહ ચાવડા, ઉમેદસિંહ શેખાવત રાજસ્થાન, ક્ષત્રિય સેનાના અભિજિતસિંહ બારડ સહિત અગ્રણીઓ અને મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.