અંબાજી ગબ્બર પર રોપ વે ની સુવિધા બંદ,મેન્ટનેન્સ કામગીરી ને લઈને 4 દિવસ માટે રોપ વે બંધ
મેન્ટનેન્સ કામગીરી ને લઈને 4 દિવસ માટે અંબાજી ગબ્બર પર રોપ વે ની સુવિધા બંદ,આ દરમ્યાન ગબ્બર પર્વત પર ભક્તો પગથિયા ચઢીને કરી શકે છે માતાજી ના દર્શનમાં અંબા ના ધામ મા દરરોજ હજારો લાખોની સંખ્યા મા માઇભક્તો અંબાજી માં માં અંબાના ચરણોમાં શીશ નમાવી માતાજીનો આશીર્વાદ મેળવતા હોય છે. માં અંબા ના નિજ મંદિર મા દર્શન કર્યા બાદ મોટી સંખ્યામાં ભક્તો અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત પર માં જગતજનની અંબાની અખંડ જ્યોતના દર્શન કરવા જતા હોય છે. ગબ્બર પર્વત પર માતાજીના દર્શન કરવા માટે ભક્તો પગથિયા ચઢીને અને રોપ-વે ની સેવાનો લાભ લઇ ગબ્બર પર્વત ની ટોચ પર આવેલા માતાજીના દર્શન કરવા પહોંચે છે. ત્યારે આવનાર દિવસો મા ગબ્બર પર્વત પર રોપ વે ની સેવા 4 દિવસ સુધી બંધ રહેશે.
આવનાર તારીખ 30/7/2024 થી લઈને તારીખ 02/08/2024 સુધી ગબ્બર પર્વત પર રોપ વે ની સુવિધા બંધ રહેશે. 4 દિવસ સુધી સેવા બંધ રાખવા નો નિર્ણય લેવામાં આવે છે. વર્ષ દરમિયાન રોપ વે ની મેન્ટેનન્સ કામગીરી ને લઈને રોપ વે ની સર્વિસ બંધ કરવામાં આવતી હોય છે. મોટી સંખ્યામાં યાત્રિકો રોપવે ની સેવા નો લાભ લેતા હોય છે. જેના કારણે રોપ વે નો ઘસારો જોવા મળતો હોય છે. જેના કારણે યાત્રીકો ની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી તારીખ 30/07 થી 02/08 સુધી 4 દિવસ માટે રોપ વે ની સર્વિસ કામગીરી કરવામાં આવશે. જેથી આ દરમિયાન 4 દિવસ માટે રોપ વે ની સુવિધા બંધ રાખવામાં આવશે. રોપવે ની મેન્ટેનન્સ કામગીરી પરિપૂર્ણ થયા બાદ તારીખ 03/08/2024 થી રાબેતા મુજબ ફરી શરૂ કરી દેવામાં આવશે.
વાર્ષિક સાર સંભાળ માટે રોપ વે ની સુવિધા આવનાર 4 દિવસો માટે બંધ રહેશે. તે દરમિયાન માઇ ભક્તો ગબ્બર પર્વત ના ટોચ પર માતાજીના દર્શન કરવા માટે પગથિયા ચઢીને જઈ શકે છે.