પુત્રના નશાની લતથી પરેશાન માતા-પિતાએ આત્મહત્યા કરી, કારની અંદર જ લગાવી આગ
પુત્રની ખરાબ લતથી કંટાળીને, પથાનમથિટ્ટામાં એક વૃદ્ધ દંપતીએ શુક્રવારે તેમની કારમાં આગ લગાવીને કથિત રીતે આત્મહત્યા કરી હતી. જો કે, અંગેની માહિતી પોલીસે આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, તિરુવલ્લાના રહેવાસી રાજુ થોમસ જ્યોર્જ (69) અને લેગી થોમસ (63)ના મૃતદેહ તેમની કારની અંદર સળગેલા મળી આવ્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે તેમના ઘરેથી મળી આવેલી સુસાઈડ નોટ મુજબ એવું લાગે છે કે દંપતીએ તેમના 39 વર્ષના પુત્રની નશાની લતથી નારાજ હોવાથી આ આત્યંતિક પગલું ભર્યું હતું. તેમના પુત્રને હાલમાં ઇડુક્કી જિલ્લાના થોડુપુઝામાં એક ખાનગી પુનર્વસન કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યો છે.
એક પોલીસ અધિકારીએ કહ્યું, ‘આ સુસાઈડ નોટ પોલીસ માટે હતી. તેમણે તેમના પુત્રને સરકારી સંસ્થામાં સારવાર માટે દાખલ કરાવવા વિનંતી કરી છે. તેણે એમ પણ કહ્યું કે તેની મિલકત તેની પુત્રવધૂ અને પૌત્રીને સોંપી દેવી જોઈએ.