બળાત્કાર ગુજારી યુવતીને ઝેરી દવા પી મરવા માટે મજબૂર કરનાર : ગણતરીના કલાકોમાં જ આરોપી ઝડપ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસાની યુવતીને આયોજનબદ્ધ રીતે ફસાવીને ધાકધમકી આપી બળાત્કાર ગુજારી યુવતીને ઝેરી દવા પી મરવા માટે મજબૂર કરનાર યુવકને પોલીસે ગણતરીના કલાકોમાં જ વડોદરાના કરજણ ટોલનાકા પાસેથી ઝડપી લીધો હતો. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ડીસાના આખોલ ગામની અને નવસારી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ફાઈન આર્ટસમાં અભ્યાસ કરતી યુવતી તેના નવસારી સ્થિત સાસરીયે રહેતી હતી. તે પતિ સાથે ઉત્તર ભારત પ્રવાસે ગઈ તે દરમિયાન લક્ઝરી બસના ચાલક ઇમરાન કાસમહુસેન ઘોરી યુવતી સાથે મિત્રતા કેળવી ધીરે ધીરે તેને ફસાવી બાદમાં ધાક ધમકી આપી વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીને તેના પતિને મારી નાખવાની તેમજ તેના ફોટા વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી આપતા તે એટલી હદે ડરી ગઈ હતી કે તેને પોતાની હાથની નસો કાપી તેમજ ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.

જે અંગેની ફરિયાદ ડીસા તાલુકા પોલીસ મથકે નોંધાતા જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા અને ડીસા ડીવાયએસપી સી.એલ. સોલંકીની સૂચના અને માર્ગદર્શન મુજબ ડીસા તાલુકા પીઆઇ એ.વી. દેસાઈએ ટીમ સાથે તપાસ હાથ ધરતા આરોપી ઇમરાન ઘોરીને વડોદરાના કરજણ ટોલનાકા નજીકથી ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો હતો. પોલીસે ઇમરાનને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

આ અંગે તપાસ અધિકારી ડીસા તાલુકા પીઆઇ એ.વી. દેસાઈએ જણાવ્યું હતું કે, ફરિયાદી યુવતી સિવાય પણ ઇમરાન ઘોરી અન્ય ત્રણથી ચાર યુવતીઓના સંપર્કમાં હોવાનું અને આયોજનબદ્ધ રીતે ફસાવી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ રહ્યું છે. તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જેમાં તેના કાવતરામાં કોણ સામેલ છે અને અત્યાર સુધી કેટલી યુવતીઓને ફસાવી તે સમગ્ર હકીકત બહાર આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.