ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે મેડીકલ પ્રેક્ટિશ : ચાર મહિનાથી 7 પાસ બોગસ તબીબ દવાખાનું ચલાવતો ઝડપાયો

પાટણ
પાટણ

સિધ્ધપુર શહેરમાં હાઇવે ઉપર દેથળી સર્કલથી આગળ એચ.પી. સી.એન.જી પંપની સામે આવેલ તિરુપતિ મોલમાં જમણી બાજુનાં શોપીંગનાં નીચેના ભાગે ગે દુકાન નં. 102 પાટણ એસ.ઓ.જી. પોલીસે ઓચિંતું ચેકીંગ હાથ ધરતાં અત્રેના કોઈપણ જાતના મેડીકલ ડિગ્રી કે સર્ટીફીકેટ વગર ડૉક્ટર તરીકેનું રૂપ ધારણ કરીને બીમાર લોકોને તપાસી એલોપેથીક દવા તથા ઇન્જેક્શન આપી બિમાર લોકોનાં સ્વાસ્થ્ય સાથે બેદરકારીભર્યું કૃત્ય કરી તેમાં ગેરકાયદેસર રીતે મેડીકલ પ્રેકટીશ કરતા બોગસ તબીબ હાર્દિક નટવરભાઈ જાદવ રે. ખોલવાડા, તા.સિધ્ધપુરની અટકાયત કરી હતી અને અત્રેથી પોલીસે એલોપેથી દવાઓ, ઇન્જેક્શનો તથા મેડીકલ સાધનો મળી કુલે રૂા. 11587 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પાટણ એસઓજી પોલીસે મળેલી બાતમી આધારે સિધ્ધપુરના ઉપરોક્ત સ્થળે દુકાનમાં આવેલ ડૉ. હરિભાઈ પટેલનાં દવાખાનામાં હાર્દિક જાદવ ડૉક્ટરની ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિશ કરતો હોવાનું જણાતાં પોલીસે તેની પુછપરછ કરતાં તે 7 ધોરણ ભણેલો હોવાનું જણાવ્યું હતું. પોલીસે સિધ્ધપુરનાં પચકવાડાનાં મેડીકલ ઓફિસર ડૉ. દર્શીત વી. ઠાકરનો સંપર્ક કરતાં તેઓએ તાલુકા હેલ્થ કચેરીનાં ફાર્માસીસ્ટસ સાથે આવીને ઇન્જેક્શન દવાઓનું ચેકીંગ કર્યું હતું.

પોલીસે અત્રેથી દવાઓ ઇન્જેક્શનો જપ્ત કર્યા હતાં. આ દવાખાના બાબતે પૂછતાં બોગસ તબીબ હાર્દિક જાદવે પોલીસને જણાવ્યું હતું કે, આ દવાખાનાનાં મૂળ માલિક ડૉ. હરિભાઈ પટેલ આ દવાખાનું ચલાવતા હતા. તેઓને આશરે સાતેક મહિના પૂર્વે અકસ્માત થતાં કોમામાં જતાં આ દવાખાનું બંધ હોવાથી તેઓની જગ્યાએ ચારેક મહિનાથી પોતે ચલાવતો હતો. પોલીસે તેની સામે ધી ગુજરાત મેડીકલ પ્રેકટીશ્નર એક્ટ અને આઈપીસી 419 મુજબ ગુનો નોંધ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.