મોડાસાના કોલીખડ ગામે ખેતરમાં ઘઉંના તૈયાર પાક પર વીજ તણખા ઝરતા પાક બળીને ખાખ
મોડાસાના કોલીખડ ગામે ખેતરમાં ઘઉંના તૈયાર પાક પર વીજ તણખા ઝરતા પાક બળીને ખાખ, ખેડૂતને ભારે નુકશાની ઉનાળાના સમયે વીજ વિભાગ દ્વારા વિજલાઈનોનું મેઈન્ટનન્સના અભાવે ક્યારેક વીજતાર નીચા આવી પવનના કારણે બે તાર ભેગા થતા તણખા જરે છે. તે તણખા ઉભા પાકમાં પડે અને પાક બળીને ખાખ થતો હોય છે. આવી જ એક ઘટના મોડાસાના કોલીખડ ગામે બનવા પામી છે.
મોડાસાના કોલીખડ ગામે ખેડૂતના ખેતરમાં વાવેલા ઘઉંનો પાક તૈયાર થઈ ગયો હતો અને ઘઉંનો પાક લેવાની તૈયારીમાં હતો તેવામાં ખેતર પરથી પસાર થતી હેવી વિજલાઈનના બે તાર ભેગા થતા ભારે તણખા જર્યા હતા. ઘઉંના ઉભા પાકમાં તણખા ઝરતાં ઘઉંના પાકમાં એકાએક આગ લાગી હતી અને ઘઉંનો પાક ભડભડ સળગવા લાગ્યો હતો. જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ પકડી લીધું અને ઘઉંનો પાક નષ્ટ થતાં ખેડૂતને રાતા પાણી રોવાનો વારો આવ્યો હતો.