સાબરકાંઠા બ્લાસ્ટ : કોર્ટે ધરપકડ કરેલા આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વેડા ગામે ત્રણ દિવસ પહેલાં બપોરના સમયે બ્લાસ્ટ થયો હતો. જેમાં પકડાયેલ શખ્સને વડાલી કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

આ અંગેની વિગત એવી છે કે, વડાલીના વેડા ગામે ત્રણ દિવસ પહેલાં બપોરના સમયે જીતુભાઈ વણઝારાના ઘરમાં પાર્સલ ખોલતા બ્લાસ્ટ થયો હતો. જેમાં બેના મોત નીપજ્યાં હતા. બે ઈજાગ્રસ્ત કિશોરીઓ હાલ અમદાવાદ સિવિલમાં સારવાર હેઠળ છે. તો વડાલી પોલીસે સહિત વિવિધ એજન્સીઓ ઘટનાને લઈને તપાસ માટે આવી હતી. ત્યારે બ્લાસ્ટમાં ઝડપાયેલા જયંતીભાઈ બાલાભાઈ વણઝારાને પોલીસે ઝડપી લીધો હતો.

ત્યાર બાદ શનિવારે મોડી સાંજે સાબરકાંઠા જયંતી વણઝારાને વડાલી કોર્ટમાં રજૂ કર્યો હતો અને સાત દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જેને લઈને કોર્ટે તા.10.5.24 સુધીના દિન 6ના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે હવે રાજસ્થાનમાંથી જીલેટીન સ્ટીક અને ડીટોનેટર કોના પાસેથી લાવ્યો હતો. તે રિમાન્ડ દરમિયાન બહાર આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.