સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ કેસમાં નવો વણાંક : પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના પતિએ બ્લાસ્ટ કરાવ્યો હોવાનું ખુલ્યું

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વેડા ગામે દર્દનાક બનાવ સામે આવ્યો હતો. વેડા ગામના વણઝારા પરિવારના ઘરે આવેલા પાર્સલ ખોલતાંની સાથે જ બ્લાસ્ટ થતાં બેના મોત નિપજ્યા હતા. પાર્સલ ખોલતાં જ જોરદાર ધડાકો થયો હતો અને પિતાનું ઘટના સ્થળે અને પુત્રીનું સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારે આ ઘટનામાં નવો વળાંક સામે આવ્યો છે. જેમાં પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના પતિએ બ્લાસ્ટ કરાવ્યો હોવાનું ખુલતા જ પોલીસે પ્રેમી જયંતી વણજારાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

15 દિવસથી બોમ્બ બ્લાસ્ટનું પ્લાનિંગ કરતો હતો સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. આ અંગે ગાંધીનગર રેન્જ આઇજી વીરેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલો પ્રેમ પ્રકરણને લઈને શરૂ થયો હતો. આ મામલે આરોપી 15 દિવસથી બોમ્બ બ્લાસ્ટ માટે પ્લાનિંગ કરી રહ્યો હતો. આ અંગે તે અલગ અલગ રીતે માઇન્સમાં થતાં બ્લાસ્ટ વિશે જોઇને પ્લાન બનાવી રહ્યો હતો. એટલું જ નહીં તેને એવું હતું કે, જેને રસ્તામાંથી હટાવવા માંગતો હતો તે વ્યક્તિ શારીરિક સશક્ત હતો અને તે પોતે તેને મારી શકતો ન હતો એટલે બ્લાસ્ટ કરવાનું નક્કી કર્યું હતું.

જો કે, સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટમાં પિતા પુત્રીના મોત ઉપરાંત અન્ય બે બાળકીઓને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાંથી એક 9 વર્ષની અને એક 14 વર્ષની બાળકીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. જેમાં એક બાળકીને ચહેરા ઉપરાં દાઝી જવાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યારે અન્ય એક બાળકીને ચહેરા ઉપર અને છાતીના ભાગમાં ગંભીર ઈજા પહોંચવાથી ઓક્સિજન ના સહારે સારવાર આપવામાં આવી રહી છે.

અજાણ્યા સ્કૂટરચાલકની શોધખોળ હાથ ધરાઈ બોમ્બ બ્લાસ્ટની ઘટનાને ગંભીરતાથી લઇને રાજ્યના ગૃહવિભાગે તાકીદે આ મામલે ગુજરાત ATS, અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ અને ગાંઘીનગર ફોરેન્સીક લેબોરેટરીના ટીમને સમગ્ર કેસની તપાસ માટે સક્રિય કરી હતી. સાથેજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત પૂર્વે જ બનેલી આ ઘટનાને પગલે NSG, NIA સહિતની એજન્સીઓના અધિકારીઓએ પણ સાબરકાંઠામાં વેડાછાવણી ખાતે પહોંચીને તપાસ શરૂ કરી હતી. આ ઉપરાંત, પોલીસની 10 જેટલી ટીમને રીક્ષાચાલકને પાર્સલ આપનાર સ્કૂટરચાલકને ઝડપી લેવા માટે સીસીટીવી સર્વલન્સ તેમજ ટેક્નીકલ સર્વલન્સના આધારે સક્રિય કરવામાં આવી છે.

વડાલીના વેડાછાવણીમાં રહેતા જીતેન્દ્રભાઇ વણઝારાને ત્યાં ગુરુવારે સાંજના સમયે કોઇ અજાણ્યો રીક્ષાચાલક પાર્સલ આપી ગયો હતો. જે પાર્સલ ખોલતાની સાથે જ મોટો બ્લાસ્ટ થયો હતો. જેમાં જીતેન્દ્રભાઇ અને તેમની પુત્રી ભૂમિનું મોત નીપજ્યું હતું. ડીજીપી અને ગૃહવિભાગે સમગ્ર બનાવને ગંભીરતાથી લઇને તાત્કાલિક અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ, ગુજરાત એટીએસ અને ગાંધીનગર ફોરેન્સીક લેબોરેટરીના અધિકારીઓને પાર્સલ બોમ્બ બ્લાસ્ટની ઘટનાની તપાસમાં જોડાવવા માટે તાકીદ કરી હતી. જેના પગલે સાબરકાંઠા પોલીસની સાથે ક્રાઇમબ્રાન્ચ, એટીએસ અને ફોરેન્સીક લેબોરેટરીની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં અમદાવાદની બોમ્બ ડીસ્પોઝલ સ્ક્વોડના અધિકારીઓની ટીમ પણ મોકલવામાં આવી હતી.

આ ટીમ દ્વારા પાર્સલ બોમ્બ બનાવવાની પેટર્ન અંગે તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે રીક્ષાચાલકને પાર્સલ આપનાર સ્કૂટરચાલકને ઝડપી લેવા માટે સીસીટીવી અને મોબાઇલનું ટેક્નીકલ સર્વલન્સ પોલીસ માટે મહત્ત્વના હોવાથી વેડાછાવણી ગામથી જે સ્થળે સ્કૂટરચાલકે પાર્સલ આપવામાં આવ્યું હતું. તે સ્થળ ઉપરાંત, તેની સાથે જોડાયેલા રસ્તાઓ પરના સીસીટીવીને આધારે તપાસ કરવામાં આવી રહી છે. આગામી મંગળવારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને પગલે ચૂંટણીપંચે સમગ્ર મામલે અહેવાલ મંગાવ્યો છે. આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત સમયે બનેલી બ્લાસ્ટની ઘટનાને પગલે એનઆઇએ, એનએસજીની ટીમને પણ સાબરકાંઠા દોડાવવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર વણઝારા જિતેન્દ્રભાઈના નામે આ પાર્સલ આવ્યું હતું અને તેમાં હોમ થિયેટર હોવાની માહિતી સામે આવી હતી. જે પાર્સલ ઘરે પહોંચતા પરિવારના સભ્યોએ તેને ખોલ્યું હતું. ત્યારે ઈલેક્ટ્રોનિક સામાનનું પાર્સલ જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ થયું હતું. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા છે જ્યારે બેની હાલત ગંભીર છે. આ ઘટનાને લઈ ગામલોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વેડા ગામે રામદેવપીરના મંદિર પાસેના વણઝારા વાસમાં રહેતા પરિવારના ઘરે એક પાર્સલ આવ્યું હતું. જે પાર્સલમાં ઇલેક્ટ્રોનિક ગેજેટ હતું. આ પાર્સલ ખોલતાંની સાથે જ ધડાકાભેર બ્લાસ્ટ થવા પામ્યો હતો. આ બ્લાસ્ટમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. તો અન્ય ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને પ્રથમ વડાલી સીએચસી ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વડાલી સીએચસી ખાતેથી હિંમતનગર સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવી રહ્યા હતા તે દરમિયાન વધુ એક દીકરી મોતને ભેટી હતી. જોકે અન્ય બે દીકરીઓને હાલ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ સમગ્ર બનાવવાની જાણ વડાલી પોલીસને થતાં વડાલી પોલીસ અને ઈડર વિભાગ ડીવાયએસપી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.