ગુજરાત રાજ્ય સ્પોર્ટ ઓથોરિટી અને જિલ્લા રમત-ગમત વિભાગ દ્વારાત્રિદિવસીય પસંદગી પ્રક્રિયા શરૂ

અરવલ્લી
અરવલ્લી

બાળકોમાં શિક્ષણની સાથે રમતગમતક્ષેત્રે પ્રતિભાસભર બને તેવા આશય સાથે ડિસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટસ સ્કૂલ શરૂ કરવામાં આવી છે, ત્યારે વર્ષ 2024-25 માટે વિદ્યાર્થીઓની પ્રવેશ કાર્યવાહી ચાલી રહી છે. અરવલ્લી જિલ્લામાં પણ સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા વિદ્યાર્થીઓના પ્રવેશ માટે ટેસ્ટ લેવામાં આવ્યા હતા.2036 ઓલામ્પિકના ટાર્ગેટ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા જિલ્લાકક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ માટે અંડર 9 અને અંડર 11ના ખેલાડીનું ટેલેન્ટ સર્ચ પ્રોગ્રામનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે અન્વયે અરવલ્લી જિલ્લા ખાતે તમામ તાલુકાના 3500થી વધુ ખેલાડીનું તારીખ 1થી 3 એપ્રિલ દરમ્યાન જે.બી શાહ હાઈસ્કૂલ કૉલેજ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષા ટેલેન્ટ સર્ચનું આયોજન કરવામાં આવ્યું છે.


જેમાં આ પ્રોગ્રામ સ્થિત જિલ્લા DLSS સ્કૂલ ખાતે પ્રવેશ મેળવવા આજે બીજા દિવસે રજિસ્ટ્રેશન કરાયેલા 1270 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ટેસ્ટ પાસ કરનાર વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સ્પોર્ટ્સની પ્રેક્ટિસ નિઃશુલ્ક રીતે કરવામાં આવે છે. આવા વિદ્યાર્થીઓનો તમામ રહેવા, જમવા, શિક્ષણની સ્ટેશનરી અને સ્પોર્ટ્સની તાલીમ નિઃશુલ્ક આપવામાં આવે છે. આ ટેસ્ટ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ, શિક્ષકો, કોચ, રમતગમત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.