દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતને આઈપીએલ આચાર સંહિતાનો ભંગ કરવા બદલ દંડ અને 1 મેચ માટે સસ્પેન્ડ

Sports
Sports

આઈપીએલ 2024 ની રાજસ્થાન રોયલ્સ સામેની મેચ 56મી મેચ દરમિયાન દિલ્હી કેપિટલ્સની ટીમે ધીમી ઓવર રેટ જાળવી રાખ્યા બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતને આઈપીએલ આચાર સંહિતાનો ભંગ કરવા બદલ દંડ અને એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આઇપીએલની આચાર સંહિતા હેઠળ ન્યૂનતમ ઓવર-રેટના અપરાધોને લગતી આ સિઝનમાં તેની ટીમનો ત્રીજો ગુનો હોવાથી,  રિષભ પંતને રૂપિયા 30 લાખનો દંડ અને એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ઇમ્પેક્ટ પ્લેયર સહિત પ્લેઇંગ ઇલેવનના બાકીના સભ્યોને વ્યક્તિગત રીતે રૂપિયા 12 લાખ અથવા તેમની સંબંધિત મેચ ફીના 50 ટકા, બેમાંથી જે ઓછું હોય તે દંડ ફટકારવામાં આવ્યો છે.

DC પ્લેઑફની રેસમાં છે: દિલ્હી હજુ પણ પ્લેઑફની રેસમાં છે. દિલ્હી 12 મેચમાં 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. રવિવારે આગામી મેચમાં દિલ્હી કેપિટલ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુરનો છે. 12 મેના રોજ રમાનારી આ મેચમાં દિલ્હી કેપિટલ્સની ટીમ પંત વિના મેદાનમાં ઉતરશે.

IPLમાં સ્લો ઓવર રેટ માટે દંડ: સ્લો ઓવર રેટ સંબંધિત IPL આચાર સંહિતા હેઠળ, જો કોઈ ટીમનો કેપ્ટન પહેલો ગુનો કરે છે તો તેને 12 લાખ રૂપિયાના દંડનો સામનો કરવો પડે છે. જો તે કેપ્ટન સિઝનમાં બીજી વખત સ્લો ઓવર રેટનો ગુનો કરે છે, તો 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. જો ત્રીજી વખત ભૂલ થાય છે, તો કેપ્ટન પર એક મેચનો પ્રતિબંધ અને 30 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.