ઈડરના માથાસુર નજીકથી એલ.સી.બી.એ બાઈક સાથે 2.90 લાખનો મુદ્દામાલ કબજે લીધો : સાથે મળીને નવ ગુના આચાર્ય

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠાના ઇડરમાં બે દિવસ પહેલા બનેલા ગુનામાં LCBએ તપાસ દરમિયાન ઈડરના માથાસુર નજીકથી બાઈક સાથે મધ્યપ્રદેશની કડિયા ગેંગના ત્રણ શખ્સોને ઝડપીને નવ વણઉકેલ્યા ગુનાનો ભેદ ઉકેલીને રૂ 2.90 લાખનો મુદ્દામાલ કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે સાબરકાંઠા LCBના PI એસ.એન.કરંગીયાએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, વણશોધાયેલ ગુના ઉકેલવા માટે LCB સ્ટાફે ટીમો બનાવી હતી. ઈડરમાં બે દિવસ પહેલા 4 મેના રોજ સર પ્રતાપ સ્કૂલની સામે એસ.બી.આઈ બેંકમાંથી રૂ 2.90 હજારની રોકડ ભરાવેલો થેલો બાઈકના હુકમાં ભરાવ્યો હતો. જે થેલો ચોરી થઇ ગયો હતો જેને લઈને ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી. જે સ્થળની અલગ લગ ટીમોએ વિજીટ કરીને હુમન શોર્સ, ટેકનિકલ સર્વેલન્સ, ICJS પોર્ટલ અને CCTV ફૂટેજ આધારે તપાસમાં LCB ટીમો હતી.

મળેલી બાતમી આધારે ઈડરના માથાસુર પાસે વોચ કરીને ઇડરથી અંબાજી તરફ જતા વાહન ચેકિંગ શરુ કર્યું હતું. ત્યારે બાતમી વાળી હોન્ડા સીબી શાઈન બાઈક પર ત્રણ હિન્દી ભાષી યુવકોને ઉભા રાખી ચેક કરતા તેમના પાસેના થેલામાંથી રોકડ રકમ અને જુદા જુદા ડોક્યુમેન્ટ મળી આવતા પૂછપરછમાં કોઈ સંતોષકારક જવાબ નહિ આપતા LCBમાં લાવીને ઊંડાણ પૂર્વક પૂછપરછ કરી હતી. ત્રણેય જણાએ તેમના ગામના વિશાલ ઉર્ફે પંકજ ઉર્ફે રાહુલ ઉર્ફે બંટી સાથે મળીને નવ ગુના આચાર્ય હતા. જેમાં સાબરકાંઠાના ઇડર, ખેડબ્રહ્મા અને હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા ગુનાની ફરિયાદ નોધાયેલી છે.

LCBને ઝડપાયેલા ત્રણેય પાસેથી રૂ. 2.40 હજાર રોકડા અને દસ્તાવેજો, હોન્ડા મોટરસાયકલ રૂ 50 હજાર, મોબાઈલ ફોન એક રૂ. 500નો મળી કૂલ રૂ 2,90,000 મુદ્દામાલ CRPC 102 મુજબ કબજે લઈને ઇડર પોલીસ સ્ટેશનમાં નોધાયેલા ગુનામાં બંને આરોપીઓ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને CRPC ક.(41)1 ડીટેન કરીને ઇડર પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવ્યા હતા.

પકડાયેલા આરોપીઓ

બલદેવસિંહ ઉર્ફે ભોલુ ઉર્ફે બટુવા ગેરુવર સિસોદિયા (ઉં.વ-30)

લક્ષ્મણ રામસ્વરૂપ ગેરુવર સિસોદિયા (ઉં.વ.37)

કાયદાના સંઘર્ષ આવેલો બાળ કિશોર

તમામ. રહે. કડિયા, સાન્શી તા.પંચોર, જિ.રાજગઢ, મધ્યપ્રદેશ

પકડવાનો બાકી આરોપી

વિશાલ ઉર્ફે પંકજ ઉર્ફે રાહુલ ઉર્ફે બંટી માલાવત સિસોદિયા (રહે કડિયાતા.પંચોર, જિ.રાજગઢ, મધ્યપ્રદેશ)


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.