સાબરકાંઠા : ધરોઇ ત્રણ રસ્તા પાસેથી દારૂની હેરાફેરીમાં એક વર્ષથી નાસતો ફરતો શખસ પકડાયો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના વડાલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વડાલીના ધરોઇ ત્રણ રસ્તા પાસેથી સાબરકાંઠા SOGએ બાતમીને આધારે દારૂની હેરાફેરીમાં એક વર્ષથી નાસતા ફરતા શખ્સને ઝડપી લીધો હતો અને વધુ કાર્યવાહી માટે વડાલી પોલીસને હવાલે કર્યો હતો.

આ અંગે એસઓજીના PI એજી. રાઠોડે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, SOG સ્ટાફ વડાલી પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલીંગમાં હતો. ત્યારે એવી માહિતી મળી હતી કે એક વર્ષ અગાઉ દારૂની હેરાફેરીના ગુનામાં સંડોવાયેલ વિજયનગર તાલુકાના આંતરી ગામનો અજયકુમાર શંકરભાઇ ભગોરા ધરોઇ ત્રણ રસ્તા પર ફરી રહ્યો છે. જે આધારે પોલીસે તપાસ કરી બાતમી મુજબ SOGના સ્ટાફે તેને સ્થળ પર પહોંચી ઝડપી લીધો હતો. ત્યાર બાદ પૂછપરછ કર્યા પછી તેની અટક કરી વધુ તપાસ માટે વડાલી પોલીસને હવાલે કરાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.