પાલનપુર નગરપાલિકા દ્વારા મતદાન જાગૃતિ રેલી યોજાઈ લોકસભાની ચૂંટણીમાં 100% મતદાન થાય તે માટે અવનવા કાર્યક્રમો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા લોકસભાની ચૂંટણીમાં જિલ્લામાં 100% મતદાન થાય તે માટે અવનવા કાર્યક્રમો કરી લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે પાલનપુર નગરપાલિકા દ્વારા ગુરુવારે વહેલી સવારે નગરપાલિકા કચેરીના સમય પહેલા મતદાન જાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રેલી પાલનપુર નગરપાલિકા કચેરી ખાતેથી નીકળી મતદાન જાગૃતિના બેનરો સાથે શહેરના મુખ્ય માર્ગો ઉપર પરિભ્રમણ કરી નગરપાલિકા ખાતે સમાપન કરવામાં આવી હતી. આ રેલીનું સમગ્ર આયોજન નગરપાલિકા ચીફ ઓફિસર નવનીતભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ સંજયભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.