હિંમતનગર : એક તરફ ગરમી બીજી તરફ ટ્રાફિક જામ વાહનચાલકોને ભારે હાલાકી

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરના મોતીપુરા અને શહેરમાં વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. આજે બપોરના સમયે ટ્રાફિક જામ થયો હતો જેને લઈને ચારે તરફ રોડ પર વાહનોની લાઈનો જોવા મળી હતી. જેને લઈને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

વાહનચાલકો એક કલાકથી વધુ સમય ટ્રાફિકમાં જામમાં રહેવું પડ્યું હતું. એક તરફ ગરમી બીજી તરફ ટ્રાફિક જામ વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. હિંમતનગરના મોતીપુરા વિસ્તારઅમ એક તરફ નેશનલ હાઇવે 48 બીજી તરફ હિંમતનગરથી બસ સ્ટેન્ડ તરફ, ખેડ તસીયા રોડ તરફ, શામળાજી તરફ, અમદાવાદ તરફ અને વિજાપુર બાયપાસ રોડ તરફ આમ પાંચેય બાજુ રોડ પર એક સાથે ટ્રાફિક જામ થયો હતો.

ટ્રાફિક સમસ્યા હિંમતનગર શહેર અને મોતીપુરા વિસ્તારમાં વારંવાર સર્જાય છે. ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા યોગ્ય સંચાલનના અભાવે પરેશાન વાહનચાલકોને થવું પડે છે. સીટી ટ્રાફિક પોલીસના વાહનો શહેર બહાર ફરતા હોવાને લઈને શહેરમાં બસ સ્ટેન્ડ, જૂની સિવિલ સર્કલ, ન્યાય મંદિર વિસ્તાર, બી-ડિવિઝનથી ટાવર ચોક અને ગાંધી રોડ, નવા બજારમાં ટ્રાફિક જામ થાય છે. જેને લઈને હિંમતનગરમાં ટ્રાફિક જામની સમસ્યા વિકટ બની છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.