હું મારા દીકરાને તમને સોંપી રહી છું. તે તમને નિરાશ નહીં કરે : સોનિયા ગાંધી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કોંગ્રેસના સિનિયર નેતા અને રાજ્યસભા સાંસદસોનિયા ગાંધીએ ઉત્તર પ્રદેશના રાયબરેલી લોકસભા ચૂંટણી પ્રચાર અર્થે એક જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે લોકોને ભાવનાત્મક અપીલ કરી અને કહ્યું કે, ‘હું મારા દીકરાને તમને સોંપી રહી છું. તે તમને નિરાશ નહીં કરે. કોંગ્રેસે રાયબરેલી બેઠક પરથી રાહુલ ગાંધીને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેરળની વાયનાડ અને ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. સોનિયા ગાંધી સાથે તેમના પુત્ર અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હતા.

તમારા પ્રેમે મને ક્યારેય એકલી પડવા દીધી નથી. રાયબરેલીમાં જનમેદનીને સંબોધતા કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ કહ્યું, “મારો ખોળો આખી જિંદગી તમારા પ્રેમ અને આશીર્વાદથી ભરેલો રહ્યો છે. મારી પાસે જે છે તે બધું તમારુ આપેલું છે.. હું તમને મારો દીકરો સોંપુ છું. જેમ તમે મને તમારી પોતાની માનો છો, તે જ રીતે રાહુલને પણ તમારો પોતાનો માનજો, રાહુલ આપને નિરાશ નહીં કરે.

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. ઈન્દિરા ગાંધીના દિલમાં રાયબરેલી માટે અલગ જગ્યા હતી. મેં તેમને કામ કરતા જોયા છે. તેમને તમારા માટે અપાર પ્રેમ હતો. મેં રાહુલ અને પ્રિયંકાને એ જ શિક્ષણ આપ્યું છે જે ઈન્દિરાજી અને રાયબરેલીના લોકોએ મને આપ્યું છે. . દરેકને માન આપો, નિર્બળોનું રક્ષણ કરવા જેની પણ સામે લડવું પડે લડી જાવ.. અન્યાય સામે લોકોના અધિકારોનું રક્ષણ કરવા માટે લડો. ગભરાશો નહીં. કારણ કે તમારા સંઘર્ષના મૂળ અને પરંપરાઓ ખૂબ જ મજબૂત છે.’


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.