શંખેશ્વર પોલીસે ચોરીના મુદામાલ સાથે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા

પાટણ
પાટણ

શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં નોંધાયેલ ચોરીની ફરિયાદના આરોપીઓને શંખેશ્વર પોલીસે ગણતરી ના કલાકોમાં ચોરીના મુદામાલ સાથે ઝડપી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

આ બાબતે મળતી હકીકત મુજબ શંખેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ ચોરીની ફરિયાદ નોધાવા પામી હતી ત્યારે આ ચોરીના બનાવને ઉકેલવા જિલ્લા પોલીસ વડા ની સુચના આધારે શંખેશ્વર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી સહિતની ટીમે ચક્રોગતિમાન કરતા ગણતરીના કલાકોમાં ચોર ઇસમોને પકડી પાડી ચોરીનો અનડિટેકટ ગુનો ડીટેક્ટ કરી ચોરી કરેલ પાણી ખેંચવાનો પંપ તથા ગુન્હાના કામે વપરાયેલ મોટરસાયકલ સાથે આરોપી રાયમલજી અમરસિંહજી ઠાકોર રહે પાડલા તા.શંખેશ્વર જી. પાટણ અને રણછોડજી ઉર્ફે શીશમ ભુપતજી ઠાકોર રહે.પાડલા તા. શંખેશ્વર જી.પાટણ વાળાને ઝડપી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું શંખેશ્વર પોલીસે જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.