આકરો ઉનાળો : ડીસામાં રેકોર્ડ બ્રેક ગરમી શુક્રવારે સિઝનમાં સૌથી ગરમી નોંધાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

છેલ્લા ૨૪ કલાકમાં તાપમાનનો પારો ૨.૭ ડીગ્રી વધ્યો | ૪૫ ડીગ્રી એ આંબવા પહોચ્યો

ડીસા પંથક માં ગરમીમાં પારો ૪૪.૪ ડીગ્રી ને આંબી જતા લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠયા

અસહ્ય ગરમી વચ્ચે રસ્તાઓ બન્યા સુમસામ | બપોરના સમયે શહેરી તથા ગ્રામીણ વિસ્તારમાં સન્નાટો

જિલ્લાના પૂર્વ વિસ્તારમાં આગ આંકતી ગરમી વચ્ચે પ્રશ્રિમી ભાગોમાં વાતાવરણ માં પલટા સાથે વરસાદ: મે મહિનામાં  ઉનાળાએ તેનો અસલી મિજાજ બતાવતા બે ત્રણ દિવસથી તાપમાનનો પારો વધી રહ્યો છે જેમાં શુક્રવારે સીઝન નું સૌથી ઉચુ તાપમાન ૪૪.૪ ડિગ્રી આંબી જતા ગરમીના પ્રકોપથી ડીસા વાસીઓ અસહ્ય બની રહ્યા છે સવારના ૯ વાગ્યાથી સૂરજદેવ તપવા લાગતા મોડી રાત સુધી આકાશમાંથી અગનગોળા રૂપી ગરમી પડતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે બપોરના સમયે તો અતિશય ગરમીના કારણે શહેરી તથા ગ્રામીણ વિસ્તારના બજારો અને રસ્તાઓ સૂમસામ બની રહ્યા છે.

ડીસા સહિત જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીનો પારો ૪૩ થી ૪૫ ડિગ્રી પર પહોંચી જતા જિલ્લાવાસીઓ ની મુશ્કેલીઓમાં વધારો થયો છે કાળઝાળ ગરમીના પગલે લોકો પણ પોતાનું કામકાજ ફટાફટ પતાવી ગરમીના સમયે આરામ કરવાનું હિતાવહ સમજી રહ્યા છે આગામી દિવસોમાં પણ હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે ત્યારે લોકોને પણ ગરમીથી બચવા સાવધ રહેવા અપીલ કરવામાં આવી છે.

લોકોને ગરમીથી બચવા લોકોને સીધા તડકામાં ન જવા અપીલ : ગરમીનો પારો દિનપ્રતિદિન વધી રહ્યો છે જેને લઇ હવામાન વિભાગ દ્વારા પણ હીટ વેવની આગાહી ના પગલે લોકોને પણ સીધા તડકામાં ન જવાની અપીલ કરવામાં આવી છે ગરમીના સમયમાં પ્રવાહી લેવાનો આગ્રહ રાખવામાં આવતો હોય છે અને ગરમીથી બચવા ઠંડી વસ્તુઓ નો ઉપયોગ વધુ થતો હોવાથી બજારોમાં મળતી વિવિધ ઠંડી ચીજ વસ્તુઓની માંગ અચાનક વધી જવા પામી છે.

ડીસા માં વર્ષ ૨૦૧૬ માં સૌથી વધુ ગરમી નો પારો નોંધાયો હતો: સરહદી વિસ્તાર બનાસકાંઠા જિલ્લામાં અન્ય વિસ્તારો કરતાં સૌથી વધુ ગરમી પડતી હોય છે ત્યારે વર્ષ ૨૦૧૬ ની ૨૦ મે ના રોજ છેલ્લા ૨૦ વર્ષ માં સૌથી વધુ ગરમી નો પારો ૪૮ ડીગ્રી નોંધાયો હતો જે અત્યાર સુધી નું સૌથી ઉચુ તાપમાન નો રેકોર્ડ છે

બનાસકાંઠા જિલ્લામાં દિવસ ભર ગરમ પવન ફુકાતા તાપમાનનો પારો ઉચકાયો્: આ અંગે ડીસામાં વિભાગના અધિકારી કે ડી રબારી એ કહ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં ઉત્તરથી ઉત્તર પશ્ચિમ દિશા એટલે કે રાજસ્થાનના રણ પ્રદેશથી ગરમ અને સૂકા પવનો ફુકાવાના કારણે છેલ્લા બે ત્રણ દિવસ થી તાપમાનનો પારો ઉચાકાયો છે જેના કારણે સરહદી વિસ્તાર બનાસકાંઠા જિલ્લામાં ગરમી નુ પ્રમાણ સૌથી વધુ રહેવા પામ્યું હતું રાત્રી દરમિયાન પણ ગરમીનો માહોલ જોવા મળી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.