ધાનેરા તાલુકાના જીવાણા ગામમાં ડામર રસ્તાની માગણી ગ્રામજનો 300 મીટર રસ્તો બને તે માટે લેખિત રજૂઆત

બનાસકાંઠા
બનાસકાંઠા

ધાનેરા તાલુકાના જીવાણા ગામમાં થી લેખિત માં રજૂઆત થઈ છે.ધાનેરા તાલુકાના જીવાણા ગામ થી હડતા ગામ ને જોડતા પાકા ડામર રસ્તા ને મંજૂરી મળતા કામ શરૂ થયું છે.જો કે શરૂઆતમાં જીવાણા ગામ માં આવેલ પ્રાથમિક શાળા સુધી ડામર પાકો રસ્તો બનશે તે માટે રસ્તા ને ખુલ્લો કરવામાં આવ્યો હતો.જો કે ત્યાર બાદ ડામર રસ્તો જીવાણા ગામ સુધી નહિ બને તેવી હકીકત ની જાણ થતાં હવે ગ્રામજનો એ લેખિત મા નાયબ કાર્યપાલક ઇજનેર પત્ર લખી 300 મીટર સુધી નો ડામર રસ્તો બનાવી આપવા માટે ની માગ કરી છે.

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં જીવાણા ગામ થી હડતા ગામ સુધી જોડતા માર્ગ ને મંજૂરી મળી ગઈ છે. જે  માર્ગ જીવાણા  ગામ આગળ થી પસાર થતાં ધાનેરા રાણીવાડા હાઇવે ને મળે છે.જો કે ગામના જાગૃત નાગરિકો ની સરકાર સમક્ષ વિનંતી છે કે ડામર રસ્તો જીવાણા પ્રાથમિક શાળા સુધી લંબાવવામાં આવે તો શાળા એ આવતા બાળકો તેમજ પશુપાલક ને સવલત મળે તેમ. છે.તેમ અમરતભાઈ ગ્રામજન એ જણાવ્યું હતું.

ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તાર ની પ્રજા ને સવલત મળી રહે તે માટે ગામ થી ગામ ને જોડતા કાચા સીરિયા પર પાકા ડામર રસ્તા બની રહ્યા છે.એજ રીતે જીવાણા ગ્રામજનો પણ સરકાર નો આભાર માની રહ્યા છે.પરંતુ ચોમાસા ઋતુ દરમિયાન શાળા એ આવતા બાળકો અને પશુપાલકો ને અવર જવર મા મુશ્કેલી પડે છે બાળકો ને હાઇવે રોડ પર થી જવું પડે છે. એ જોખમી છે. જેની સામે માર્ગ મકાન વિભાગ 300 મીટર ડામર રસ્તા ની લંબાઈ વધારે તોં જીવાણા ગામ માટે  ફાયદાકારક નીવડે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.