અપહરણ કરનાર 3 આરોપીઓ ને ગણતરીના કલાકોમાં ઝડપી લેતી પોલીસ

બનાસકાંઠા
બનાસકાંઠા

કાણોદરથી અપહૃત મહેસાણા વેપારીનો છુટકારો,સુલેમાની પથ્થર ખરીદવા ગયેલા સ્ક્રેપના વેપારીનું મિત્ર સાથે કરાયુ હતું અપહરણ: પાલનપુરના કાણોદરમાં સુલેમાની પથ્થરનો સોદો કરવા આવેલ મહેસાણાના સ્ક્રેપના વેપારી અને તેના મિત્રનું અપહરણ કરી રૂ. 5 લાખની ખંડણી માંગવાની ફરિયાદ વેપારીની પત્નીએ પાલનપુર તાલુકા પોલીસ મથકે નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં વેપારીનું અપહરણ કરનારા 3 ઈસમોને સુલેમાની પથ્થર સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

મહેસાણા રાધનપુર રોડ નજીક તિરૂપતિ બંગ્લોઝમાં રહેતા રાહુલ કુમાર નટવરલાલ દવે પાલનપુર તેમની સાસરીમાં આવ્યા હતા. તેઓએ તેમના વડોદરાના મિત્ર હેતલભાઇ રાવજીભાઇ પટેલને પાલનપુર બોલાવ્યા હતા. અને ત્યાર બાદ તેઓ તેમના અન્ય અમદાવાદના મિત્ર અજયભાઇ માટે સુલેમાની પથ્થર ખરીદવા કાણોદર ગામે પહોંચ્યા હતા. જ્યાં વડગામના પથ્થરના વેપારી વિશ્વજીતસિંહ અને જીતેન્દ્રસિંહ પાસે જઈને તેમના મિત્ર માટે સુલેમાની પથ્થર જોવા ગયા હતા. જોકે, ત્યાર બાદ તેમણે સુલેમાની પથ્થર જોઈને તેમના મિત્ર અજય ભાઈ માટે 5 લાખ રૂપિયામાં પથ્થર ખરીદવાનું નક્કી કર્યું હતું. જોકે, સાંજ સુધી અજયભાઇ પથ્થર લેવા માટે આવ્યા ન હતા.

આથી વડગામના પથ્થરના વેપારી વિશ્વજીતસિંહ અને જીતેન્દ્રસિંહે પથ્થરના રૂપિયા 5 લાખ આપવાનું કહ્યુ હતુ. જોકે, રાહુલભાઇએ નાણાં આપવાની ના પાડતાં બંને શખ્સોએ રાહુલભાઇ અને હેતલ ભાઇને તેમની કારમાં બળજબરી પૂર્વક બેસાડી તેમનું અપહરણ કર્યુ હતુ. આ અંગે વેપારીની પત્ની પૂર્વીબેન રાહુલકુમાર દવેએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે મામલાની ગંભીરતાને લઈને LCB, SOG સહિત મહેસાણા પોલીસનો સંપર્ક કરીને અલગ-અલગ ટિમો બનાવી તપાસ હાથ ધરી હતી.

જેમાં પાલનપુર પોલીસે મહેસાણાના સતલાસણા પાસેના એક ખેતરમાં થી ત્રણ અપહરણ કર્તાઓને ઝડપી પાડી વેપારી અને તેના મિત્રને મુક્ત કરાવી સુલેમાની પથ્થર જપ્ત કર્યો હતો.

3 આરોપીઓને દબોચી લેવાયા: જોકે હાલ તો પાલનપુર પોલીસે વડગામના આરોપી વિશ્વજીત સિંહ અને જીતેન્દ્રસિંહે તેમજ જ્યાં વેપારીનું અપહરણ કરીને રાખેલ તે ખેતરના માલિક અરવિંદ ઠાકોર સહિત ત્રણ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું પાલનપુર તાલુકા પી.આઈ પી.એમ.બારોટે જણાવ્યું હતું.

સુલેમાની પથ્થર વિશે ભ્રમકતા ફેલાવી છેતરપિંડી: જોકે સુલેમાની પથ્થર વિશે પોલીસે પૂછપરછ કરતા પોલીસ ચોંકી ઉઠી હતી. આરોપીઓ આ સુલેમાની પથ્થરનો વિડિઓ બનાવી લોકોને એવું બતાવે છે કે, આ સુલેમાની પથ્થર જો હાથમાં રાખીએ તો તમને કોઈ ઇજા થતી નથી. તમારા વાળ કપાતા નથી  તમને લોહી નીકળતું નથી. જેથી આ પથ્થર વિશે ખોટી ભ્રામકતા ફેલાવી લોકોને તેની તરફ આકર્ષણ કરીને તેને વેંચતા હતા અને લોકો સાથે છેતરપીંડી કરતા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.