મેઘરજમાં જવેલર્સની દુકાનમાં વેપારીની નજર ચુકવી નાકનો દાણો મોઢામાં નાખી દીધો વેપારી સાથે ચીલઝડપ

અરવલ્લી
અરવલ્લી

આજકાલ લગ્ન સિઝન છે. ત્યારે સોના ચાંદીના વેપારીઓને પણ તડી હોય છે. આવા સમયે ચોરી કરતી ગેંગ પણ દાગીના લેવાના બહાને જવેલર્સના શોરૂમમાં સોનાના આભૂષણોની ચીલઝડપ કરતી હોય છે. આવી જ એક ઘટના મેઘરજ નગરમાં બનવા પામી છે.

મેઘરજ નગરમાં આવેલા કોઠારી જવેલર્સમાં સોનાનાં દાગીનાની ખરીદી કરવાના બહાને ચાર મહિલાઓ જવેલર્સની દુકાનમાં આવીને વેપારી પાસે સોનાની ડાયમંડની ચુની બતાવવા કહ્યું હતું. વેપારી શોરૂમના ટેબલ પર દાગીના બતાવતો હતો એ સમયે વેપારીની નજર ચૂકવી બંને મહિલાઓએ મોઢામાં દગીનો નાખીને વેપારી સાથે ચીલઝડપ કરી હતી. આ સમગ્ર ઘટના દુકાનમાં રાખેલા સીસીટીવીમાં કેદ થઇ હતી.

આ મહિલાઓના ગયા પછી વેપારીને માલ ચોરાયો હોવાનો શક પડતા તરત જ આ મહિલાઓની તપાસ માટે માલિક બજાર ગયો જો કે બજારમાંથી ચાર પૈકીની એક મહિલા ઝડપાઈ ગઇ હતી. બાકીની ત્રણ ચોર માહિલાઓ ફરાર થવામાં સફળ થઈ હતી. વેપારીએ એક મહિલાને ઝડપી પોતાની દુકાનમાં લાવીને પોલીસને સોંપી હતી. આ સમગ્ર ઘટનાને લઈ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.