સામાજિક અદાવતમાં બાઇકસવાર યુવકની હત્યાના કેસમાં સેશન્સ કોર્ટે ચાર આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી

અરવલ્લી
અરવલ્લી

ભિલોડાના મલેકપુર ગામના રોશન પ્રવીણ ખરાડી અને તેમના પાડોશી રવિન્દ્ર ગામેતી સહિત 6 લોકો તારીખ 6 ફેબ્રુઆરી 2020ના રોજ ત્રણ બાઇક પર ભિલોડા આવ્યા હતા. બજારનું કામ પતાવી તેઓ હાથમતી નદીના પુલ પાસે આવેલા પેટ્રોલપંપથી પેટ્રોલ પુરાવીને ભિલોડા તરફ જતા હતા. એવામાં વેજપુર અને મલેકપુરના અજય સુરમાં નિનામા, કીર્તિ દિલીપ સડાત, અજય સડાત, યશપાલ નિનામા, મહેશ ખરાડી, વિશાલ ખરાડી, વિજય ખરાડી, પ્રદીપ નિનામા, નટુ નિનામાં સહિત દસ જેટલા લોકો મંડળી રચી કુહાડી, લાકડીઓ વગેરે સાથે હાથમતી નદીના પુલ પાસે પહોંચ્યા હતા.

જેઓએ બાઇક પર જઈ રહેલા યુવકોને રોકીને સામાજિક અદાવતમાં આ 6 યુવકો પર ઘાતકી હુમલો કર્યો હતો. જેમાં રવિન્દ્ર પ્રફુલભાઈ ગામેતી અને રણજિત ગામેતીને લોખંડની પાઇપ વડે ગંભીર ઇજાઓ થતા લોહી લુહાણ હાલતમાં તેઓને સારવાર અર્થે ભિલોડા કોટેજ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં બેભાન હાલતમાં ખસેડાયા હતા. ભિલોડા પોલીસે આ કૃત્ય કરનાર દસ લોકો સામે હત્યાની કોશિશની ફરિયાદ નોંધી ઝડપી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ હિંમતનગર સારવાર લઈ રહેલા રવિન્દ્ર પ્રફુલભાઈ ગામેતીનું હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જે બદલ તમામ આરોપીઓ સામે પોલીસે હત્યાનો ગુન્હો નોંધ્યો હતો.

સમગ્ર ઘટનાને લઈ આ કેસ મોડાસા એડી.ડિસ્ટ્રીકટ & સેશન્સ જજ કોર્ટમાં કેસ ચાલતો હતો. કુલ દસ આરોપીઓ પૈકી એકનું મોત નીપજ્યું હતું અને અન્ય 5ને શંકાનો લાભ આપીને છોડી મુકાયા હતા. બાકી ચાર આરોપીઓનો કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી અજય નિનામા, કીર્તિ સાડાત, અજય સાડાત અને મહેશખરાડીને કસૂરવાર ઠેરવી 30 વર્ષથી નીચેની ઉંમરના ચારે આરોપીઓને આજીવનકેદની સજા અને રૂપિયા દસ હજારનો દંડ ફટકાર્યો છે. જો દંડ ના ભરે તો વધુ 6 માસની સજાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. જે સમાજમાં એક ઉદાહરણરૂપ દાખલો બેસશે અને ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ આવું કૃત્ય કરતા (100) વાર વિચાર કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.