બાયડ તાલુકાના લીંબ ગામેથી ઝડપાયેલા 1.26 લાખના દારૂ મામલે બે પોલીસકર્મીઓની સંડોવણી હોવાનું ખુલ્યું

અરવલ્લી
અરવલ્લી

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે છતાં દરરોજ દારૂ ઝડપાતો હોય છે. પરપ્રાંતમાંથી દારૂ છેક ગુજરાતના તમામ ખૂણે ખૂણે સરહદો પર કડક સુરક્ષા હોવા છતાં પહોંચે ત્યારે ક્યાંકને ક્યાંક બૂટલેગરોને પોલીસ તંત્રના છુપા આશીર્વાદ હોય તો જ ગામડે ગામડે દારૂ પહોંચી શકે આવી જ એક ઘટના અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના લીંબ ગામે ઝડપાયેલા દારૂ મામલે સામે આવી હતી.

અરવલ્લી જિલ્લા એલસીબીની ટીમ એક ખાનગી અને એક સરકારી વાહનમાં બાયડ તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં વિદેશી દારૂને લઈ તપાસમાં હતી. તે દરમિયાન બાયડ તાલુકાના લીંબ પાટિયા પાસે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી કે, લીંબ ગામના નટવારસિંહ અનૌપસિંહ ચૌહાણ પોતાના ખેતરમાં આવેલી ઓરડીમાં સાબરકાંઠાના તલોદ ગામના રણછોડ ઉમેડસિંહ ચૌહાણ દ્વારા નટવરસિંહ અનોપસિંહ ચૌહાણની ઓરડીમાં વિદેશી દારૂ સંતાડ્યો છે અને થોડીવારમાં આ મુદ્દામાલ સગેવગે કરવાની તૈયારીમાં છે. મળેલી બાતમી આધારે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા એક ઇસમ મળી આવેલો અને તેનું નામ પૂછતાં પોતાનું નામ રણછોડ ભાઈ હોવાનું જણાવ્યું હતું અને એ ઓરડીમાં તપાસ કરતા ખાખી પુઠ્ઠાના બોક્ષમાં અલગ અલગ બ્રાન્ડની દારૂની 1.21 લાખની કિંમત નો દારૂ મળી આવ્યો હતો.

પોલીસે રણછોડ નામના ઈસમને ઝડપી તપાસ કરતા માલુમ પડ્યું કે, આ વિદેશી દારૂમાં જે વોન્ટેડ આરોપીઓ છે તેમાં બે આરોપીઓ પોલીસ કોન્સ્ટેબલ હોવાનું બહાર આવ્યું છે. ત્યારે જિલ્લા પોલીસ વડા પણ આ મામલે કડક બન્યા છે અને જે આરોપીઓ વોન્ટેડ છે એમને પોલીસકર્મીઓ સહિત ઝડપી લેવા કડક આદેશ કર્યા છે અને જિલ્લા એલસીબી પોલીસ પણ આ મામલે સક્રિય બની છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.