કાંકરેજ તાલુકાના ડુંગરાસણ પાટીયા પાસે અકસ્માતમાં નવ વર્ષના બાળકનું ઘટના સ્થળે મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

કાંકરેજ તાલુકાના શિહોરી થરા હાઇવે રોડ ઉપર ડુંગરાસણ પાટીયા પાસે બાઇક લઇને વડા થી કુવારવા હવન યજ્ઞમાં હાજરી આપવા જઈ રહેલા બાઈક ને પાછળ થી ટ્રક દ્વારા ટક્કર મારતાં નવ વર્ષના આરવભાઈ મોતીભાઈ દેસાઈનું ઘટના સ્થળે મોત નિપજ્યું ત્યાર બાદ શિહોરી રેફરલ હોસ્પિટલમાં પીએમ અર્થે લાવવામાં આવ્યો બાળકનું ઘટનાસ્થળે મોત.

પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી થરા હાઇવે રોડ ઉપર અકસ્માતો નો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. ત્યારે એક ગાડી ટ્રક નંબર.  GJ – 09 – Z – 1317 થરા થી શિહોરી તરફ આવી રહી હતી. ત્યારે નેશનલ હાઇવે ઉપર મોટો ધડાકો થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને શિહોરી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી ત્યારે પોલીસ એ ધટના સ્થળે પહોંચી ને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી અને મૃતક 9 વર્ષિય યુવક ને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો અને મૃતક ના વાલી વારસો ને જાણ કરતાં વડા થી મૃતકનો પરીવાર શિહોરી રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.