સરસ્વતી તાલુકાના કાનોસણ ગામે : ખેતરમાં યુવકની જમીનને નજીક અડીને લીંમડાના ઝાડ પર લટકેલી હાલતમાં લાશ જોવા મળી

પાટણ
પાટણ

સરસ્વતીના કાનોસણ ગામે વહેલી સવારે લીંમડાના ઝાડ પર યુવકની લટકેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેથી ચકચાર મચી હતી. ઘટનાના પગલે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. યુવકની હત્યા થઈ છે કે તેણે આત્મહત્યા કરી છે તે અંગે તપાસનો દોર શરૂ કર્યો છે.

સરસ્વતી તાલુકાના કાનોસણ ગામે ખેતરમાં એક યુવકની જમીનને નજીક અડીને લીંમડાના ઝાડ પર લટકેલી હાલતમાં લાશ જોવા મળી હતી. યુવકનો દોરડી સાથે બાંધીને લટકેલો મૃતદેહ જોતાં સ્થાનિકોએ હત્યાની આશંકા લગાવી છે. હાલમાં ઘટનાના પગલે ડીવાયએસપી મામલતદાર સહિતની FSL ની ટીમ ઘટના સ્થળે પહોંચીને મોત અંગે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. મૃતક ગામનો જ હોવાનું તેમજ તેજાજી અજમલજી ઠાકોર ઉ.વ 55 હોવાનું પોલીસે જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.