સ્નાન કરવા ગયેલી યુવતીનો મોબાઇલમાં વિડીયો ઉતારનાર યુવાન સામે યુવતીએ ફરિયાદ નોંધાવી

પાટણ
પાટણ

પાટણના સુભાષચોક વિસ્તારમાં વણકરવાસની ત્રીજી શેરીમાં બનેલ બનાવને લઈ ચકચાર

પાટણ શહેરના સુભાષચોક વિસ્તારમાં આવેલા વણકરવાસની ત્રીજી ગલીમાં રહેતા વાઘેલા પરિવારની 24 વર્ષીય દીકરી નો બાથરૂમમાં સ્નાન કરતો વિડિઓ મોબાઈલમાં ઉતારવા બાથરૂમ ની ખુલ્લી વેન્ટિલેટર ની બારી માથી બાથરૂમમાં મોબાઇલ ચાલુ કરી મુકનાર યુવતી ની પડોશમાં જ રહેતા તેમના જ સમાજના 27 વર્ષીય યુવાનની પોલ પકડાતાં યુવતીએ પરિવારને સાથે રાખીને મોબાઇલ ફોન લઈ બી ડિવિઝન પોલીસ મથકે પહોચી આવી હલકટ હરકત કરનાર યુવાન સામે પોલીસ ફરિયાદ નોંધાવતા સનસનાટી મચી જવા પામી હતી.

બનાવ ની પોલીસ સૂત્રો તરફથી મળતી હકીકત મુજબ પાટણ શહેરના સુભાષચોક વિસ્તારમાં આવેલા વણકરવાસની ત્રીજી શેરીમાં રહેતા વાઘેલા પરિવારની 24 વર્ષીય યુવતી પોતાના ઘરના પ્રથમ માળે ગેલેરીમાં આવેલા બાથરૂમમાં સ્નાન કરવા માટે ગઈ હતી ત્યારે તેમની બાજુમાં જ રહેતા અપરણીત અમુલ વસંતભાઈ વાઘેલા ઉંમર 27 નાએ યુવતી નો વિડિઓ ઉતારવા બાથરૂમ ની ખુલ્લી વેન્ટિલેટર ની બારી માથી પોતાનો મોબાઇલ ચાલુ કરી બાથરૂમમાં મુકયો હતો. જોકે સ્નાન કરતી વખતે યુવતીની નજર વેન્ટિલેટર ની બારી મા રાખેલ મોબાઇલ પર પડતા તેણીએ મોબાઇલ લઈ ધરના સભ્યોને હકીકત જણાવતા પરિવારના સભ્યો યુવતી સાથે મોબાઇલ લઈ બી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો હતાં અને રાહુલ વસંતભાઈ વાધેલા સામે નામ જોગ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી રાહુલ વાધેલા ને ઝડપી આગળ ની કાર્યવાહી હાથ ધરી હોવાનું તપાસ અધિકારી પીએસઆઈ વડગામા એ જણાવ્યું હતું. સુભાષચોક વિસ્તારમાં વણકરવાસ ની ત્રીજી ગલીમાં બનેલ બનાવને લઈને વિસ્તારમાં સનસનાટી મચી જવા પાણી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.