ઉનાવા શકિતનગર સોસાયટીમાં જુગાર રમતા પાંચ ઝડપાયા : રૂપિયા ૩૨,૫૨૦ નો મુદામાલ જપ્ત

મહેસાણા
મહેસાણા

પી.એસ.આઇ કે.જી.ચૌધરી ની ટીમે ખાનગી બાતમીના આધારે રેડ કરી

ઊંઝા તાલુકાના ઉનાવા ગામે શકિતનગર સોસાયટીમાં આવેલ ખુલ્લી જગ્યામાં જૂગાર રમતા પાંચ ઇસમોને ઉનાવા પોલીસે રોકડ રકમ રૂપિયા ૧૫,૫૨૦ તથા મોબાઇલ ફોન નંગ ૪ કિંમત રૂપિયા ૧૭,૦૦૦ મળી કુલ રૂપિયા ૩૨,૫૨૦ ના મુદામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિગતો અનુસાર ઉનાવા પી.એસ.આઇ કે.જી.ચૌધરી તેમજ એ.એસ.આઈ રજનીકાંત બાબુલાલ પરમાર સહિતને ખાનગી બાતમી મળેલ કે, ઉનાવા શકિતનગર સોસાયટીમાં આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાંક ઇસમો તેમનાં આર્થિક ફાયદા સારું હારજીતનો જુગાર રમી રમાડે છે. જેથી પોલીસે ટીમ સાથે સદર સ્થળે રેડ કરી પાંચ જુગારીઓને રોકડ રકમ સહિત રૂપિયા ૩૨,૫૨૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જુગારીયાઓના નામ

(૧) પટેલ તરુણકુમાર મણીલાલ ગંગારામ ઉ.વ.૩૭

(૨) પટેલ હરેશકુમાર હિરાલાલ ભાઇચંદદાસ ઉ.વ.૪૮

(૩) લવારીયા શૈલેષકુમાર લક્ષ્મણભાઇ વિઠ્ઠલભાઇ ઉ.વ.૧૮

(૪) ઠાકોર વકીલજી કુંવરજી મગનજી ઉ.વ.૩૬

(૫) પટેલ અશોકકુમાર અંબાલાલ પ્રહલાદભાઇ ઉ.વ.૩૫ તમામ રહે, ઉનાવા, તા.ઉઝા જી.મહેસાણા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.