ઉનાળાની શરૂઆત થતાં જ રાધનપુર તાલુકામાં પાણી ના પોકારો ઉઠયાં

પાટણ
પાટણ

મહેમદાવાદ ગામે પાણીની પાઈપ લાઈન લિકેજ બનતાં છતાં પાણી એ પાણી મેળવવા ગ્રામજનોને હાલાકી..

ઉનાળો શરૂ થતાં ની સાથે જ પાટણ જિલ્લા ના રાધનપુર તાલુકામા પાણી ના પોકારો ઉઠવા પામ્યા છે ત્યારે રાધનપુર તાલુકામા આવેલ મહેમદાવાદ ગામે પાણીના ટાંકા ની પાઇપલાઇન માં ભંગાણ સર્જાતા પાણી માટે ગ્રામજનોને છેલ્લા 15 દિવસથી વલખા મારવા પડી રહ્યા છે તો આ બાબતે લાગતાં વળગતા તંત્ર સમક્ષ અનેક વખત રજુઆત કરવા છતાં આ લિકેજ પાઈપોના સમારકામ નહિ કરાતા મહિલાઓ સહિત ગ્રામજનોમાં રોષ જોવા મળી રહયો છે.

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગામડાઓમાં પીવાનું પાણી ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા  પૂરું પડાય છે અને પાણી સંગ્રહ માટે ગ્રામ્ય વિસ્તારોમાં કરોડો રૂપિયાના ખર્ચે ટાંકીઓ બનાવી છે  અને આ ટાકી માથી પાઇપ લાઇન મારફતે પાણી ગામડાઓમાં ઘરે ઘરે પહોંચાડવામાં આવતું હોય છે.પરંતુ ઘરે ઘરે પાણી પહોચાડતી પાઈપ જયારે ક્ષતિગ્રસ્ત બને ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ને પાણી માટે હાડમારી ભોગવવી પડતી હોય છે અને આ મામલે પુરવઠા કચેરીના બાબુઓની આળસના કારણે કેટલીક જગ્યાએ પાઇપ તૂટી જવાની કે લીકેજ થઈ હોય તેની તપાસ નહી થતા પાણી વેડફાઇ રહ્યું છે તો બીજી બાજુ ગ્રામજનો ને રોજીંદા વપરાશ  પાણી માટે ભટકવું પડી રહ્યું છે.

એક બાજુ વહીવટી તંત્ર ઘર ઘર પાણી આપવાના વાયદાઓ કરી રહી છે ત્યારે રાધનપુર પંથકમાં છાશવારે પાણી ની સમસ્યા સર્જાય છે.

હાલ ધોમ ધકતો ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે મહેમદાવાદ ગામે પાણી ની કટોકટી સર્જાઈ છે અહી ગામમાં બનાવેલ ટાંકીમાં પાણી છે પરંતુ ટાંકી દ્વારા પાઇપલાઇન થકી ઘર ઘર સુધી પહોંચતું પાણી પાઇપ લાઇન તૂટી જતાં લોકોના ઘર સુધી પહોંચતું નથી તો ગ્રામજનો એ તલાટી અને પાણી પુરવઠા કચેરીએ આ બાબતે જાણ કરી હોવા છતાં છેલ્લા પંદર દિવસ થી સમારકામ હાથ નહિ ધરાતા છતાં પાણીએ પાણી માટે ગ્રામજનોની હાલત કફોડી બની છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.