પાટણ સાયન્સ સેન્ટર ખાતે સૌરમંડળના સંશોધનની થીમ પર ઈસરો (સ્ટાર્ટ) પ્રોગ્રામનું લાઈવ પ્રસારણ કરાયું

પાટણ
પાટણ

ઈસરોના START પ્રોગ્રામના “સૌરમંડળનું સંશોધન” વિષય પર 25 વ્યાખ્યાનોની શ્રેણી સહિત 14 દિવસનો ઓનલાઈન કોર્સ નો પાટણના સાયન્સ સેન્ટર ખાતે 24 એપ્રિલ 2024 ના રોજ પ્રથમ દિવસ નિમિત્તે લાઈવ પ્રસારણ કરાઈ જેમાં નોંધાયેલા વિદ્યાર્થીઓ અને જાહેર જનતા સહિત 100થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો. સાયન્સ સેન્ટરમાં વિદ્યાર્થીઓ માટે અને જાહેર જનતા માટે અલગ અલગ ફેસિલિટી કરવામાં આવી હતી જેમાં પ્રોગ્રામ નું ઉદ્ઘાટન અને ત્યાર બાદ સૌરમંડળના પરિચય પર ડો ટી.પી. દાસ, ઈસરો હેડક્વાર્ટર બેંગ્લોર, દ્વારા સૌરમંડળની ઉત્પત્તિ, તેની સાથે સંકળાયેલી મહત્વની બાબતો અને સૂર્ય વિશે નિષ્ણાત વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. સહભાગીઓને સોલાર સિસ્ટમ અને સ્પેસ ટેકનૉલૉજી વિશે ઘણી બધી બાબતો શીખવાની સુવર્ણ તક મળી હતી.

સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રી જણાવ્યું કે ઈસરોએ ‘સ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી અવેરનેસ ટ્રેનિંગ (સ્ટાર્ટ)’ નામના નવા પ્રારંભિક સ્તરના ઓનલાઈન તાલીમ કાર્યક્રમનું ગુજકોસ્ટ નોડેલ સેન્ટર ના પેટા સેન્ટર તરીકે સાયન્સ સેન્ટર પાટણ ખાતે અનાવરણ કર્યું છે. આ પ્રોગ્રામ નો હેતુ વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં પ્રારંભિક-સ્તરની તાલીમ આપવાનો છે, જે તેમને ક્ષેત્રના વિવિધ પાસાઓ, સંશોધનની તકો અને કારકિર્દીના વિકલ્પોની ઝાંખી આપે છે. આ પ્રોગ્રામ માનવ ક્ષમતાના નિર્માણમાં મદદ કરશે તેવી અપેક્ષા છે જે ભવિષ્યમાં અવકાશ વિજ્ઞાન અને સંશોધનનું નેતૃત્વ કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.