મોડાસામાં વીજ બીલ ના ભરનાર ગ્રાહકોના વીજ કનેક્શન કાપવા ગયેલા અધિકારીને માર્યા

અરવલ્લી
અરવલ્લી

સરકારના વીજ વિભાગ દ્વારા વીજળી આપવામાં આવે છે અને એ વીજ વપરાશનું લાઈટબીલ પણ આપવામાં આવે છે. ત્યારે પ્રામાણિક પણે બિલ ભરવું એ આપણી ફરાજ છે અને જો ના ભરો તો વિજ વિભાગના કર્મચારીઓ વીજ કનેક્શન કાપી નાખે છે. ત્યારે આવી જ બિલ ના ભરેલ ગ્રાહકનું વીજ કનેક્શન કાપવા ગયેલા UGVCLની ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે.

વાત છે મોડાસાના ચાંદ ટેકરી વિસ્તારની આ વિસ્તારના રહીશોએ વીજળીનો વપરાશ કર્યો પણ વીજળીનું બિલ નહોતું ભર્યું. જેથી વીજ વિભાગના પાંચ કર્મચારીઓની ટીમ ચાંદ ટેકરી વિસ્તારમાં ગઈ અને જે જે ગ્રાહકોના લાઈટ બિલ બાકી હતા તે ગ્રાહકોના વીજ કનેક્શન કાપવાની કામગીરી કરી રહ્યા હતા. એટલામાં આ વિસ્તારના લોકો ઉશ્કેરાઈ જઈ કનેક્શન કાપી રહેલા કર્મચારી પર હુમલો કરીને ઇજા પમાડી હતી. જેથી 108 મારફતે વીજ કર્મીઓ સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલમાં લઈ ગયા અને મોડાસા પોલીસમાં જાણ કરીને 10થી વધુના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.