મહેસાણા લોકસભાના ઉમેદવાર હરિભાઈ પટેલે કલેકટર કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભર્યું

મહેસાણા
મહેસાણા

મહેસાણા વિમલ પાર્ટીપ્લોટ ખાતે સભા યોજાઈ: આજરોજ મહેસાણા લોકસભાના ઉમેદવાર હરિભાઈ પટેલ સુણકે ઉમેદવારી પત્ર ભર્યું હતું. જેના સમર્થનમાં સવારે ૯:૩૦ કલાકે વિમલ પાર્ટીપ્લોટ મહેસાણા ખાતે સભાનું આયોજન કરાયું હતું. જેમાં ઉપસ્થિત મહાનુભાવોએ લોકસભાના ઉમેદવાર હરીભાઈ પટેલનું સન્માન કરાયું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. ત્યારબાદ પગપાળા રેલી યોજી કલેક્ટર કચેરી મહેસાણા ખાતે ૧૨:૩૯ ના વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવામાં આવ્યું હતું. મહેસાણા લોકસભાના ઉમેદવાર હરિભાઈ પટેલે ઉમેદવારી ફોર્મ ભરવા વિમલ પાર્ટી પ્લોટ મહેસાણા ખાતે વિજય સંકલ્પ સભા કરી તેમજ રેલી સ્વરૂપે જઇ કલેકટર કચેરી મહેસાણા ખાતે ફોર્મ ભર્યું હતું. જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ, પૂર્વ સાંસદ શારદાબેન પટેલ, ઉંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સહિત ધારાસભ્યો, એપીએમસીના ચેરમેનો, તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના પ્રમુખો, વિવિધ સંગઠનોના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.