વસઈ મુકામે રાજપૂત ક્ષત્રિય સ્વાભિમાન સંમેલન મા ભાજપ વિરુદ્ધ મતદાન કરવા શપથ લેવાયા

પાટણ
પાટણ

રાજપુત ક્ષત્રિય સમાજના સ્વાભિમાન સંમેલનમાં રાજપૂત સમાજના આગેવાનો સહિત અઢારે વણૅના લોકો જોડાયા…

પાટણ તાલુકાના ચાણસ્મા મત વિસ્તારના વસઈ ગામ ખાતે ગુરૂવારે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું.જેમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો સહિત સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપના વિરોધમાં મતદાન કરાવી કોંગ્રેસને જીતાડવા સપથ ગ્રહણ કયૉ હતાં.

રાજકોટ લોકસભા બેઠક ના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજની બેન દિકરીઓ વિશે અભદ્ર ટિપ્પણ કરાતા સમગ્ર રાજ્યમાં તેના ઘેરા પ્રત્યાગતો પડ્યા છે. અને ઠેર ઠેર પુરુષોત્તમ રૂપાલા સહિત ભારતીય જનતા પાર્ટીનો રાજપૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આગામી સાતમી મેના રોજ યોજાનાર ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરાવવા માટે રાજપૂત સમાજ દ્વારા ગામે ગામ ક્ષત્રિય અસ્મિતા સંમેલનો યોજાઇ રહ્યા છે.

ગુરૂવારે ચાણસ્મા તાલુકાના વસઈ ગામ ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન ક્ષત્રિય સમાજના અગ્રણી હરપાલસિંહ ચુડાસમા, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ ના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં આસપાસના ગામોમાંથી ક્ષત્રિય સમાજના લોકો સહિત અઢારે વરણના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હરપાલસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે રાજપૂત સમાજે પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ રદ કરવાની માંગણી કરી હતી તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના હાઈ કમાન્ડે તેની ટિકિટ રદ કરી નથી જેથી રૂપાલા ની સાથે સાથે સમગ્ર ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી પણ ક્ષત્રિય રાજપૂત સમાજના દોષિત છે ત્યારે સાતમી તારીખે ભાજપ વિરોધી મતદાન કરી ભાજપનું અભિમાન ઉતારવા આહવાન કરી હતું.

તો યુવાન નેતા ઇન્દ્રવિજયસિંહ ગોહિલે  જણાવ્યું હતું કે રાજ્યના પાંચ ફૂટના ગૃહ મંત્રી ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠકો કરી પરિણામો ભોગવવા તૈયાર રહેવા ધમકી આપે છે.ત્યારે ક્ષત્રિય સમાજ કોઈથી ડરતો નથી તેમ જણાવી ભાજપ વિરુદ્ધ મતદારોને મતદાન કરવા માંટે આહવાન કર્યું હતું.

ક્ષત્રિય રાજપુત અસ્મિતા સંમેલમાં ઉપસ્થિત રહેલા ચાણસ્મા ના ધારાસભ્ય દિનેશજી ઠાકોરે પણ ભાજપના રૂપાલાને રૂ વાળા પાલા સાથે સરખામણી કરી ક્ષત્રિય રાજપુત સમાજની  સ્વાભિમાનની લડાઈમાં તેઓ હંમેશા ક્ષત્રિય રાજપૂત સમાજની સાથે હોવાનો હુંકાર કાર્યો હતો. વસઈ ખાતે યોજાયેલા ક્ષત્રિય રાજપૂત સમાજના સ્વાભિમાન સંમેલનમાં મોટી સંખ્યામાં રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે અઢારે વર્ણના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અર્જુનસિંહ વાઘેલા અને વાઘુભા વાઘેલાએ કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.