પીકઅપ ડાલાના ગુપ્તખાનામાં લઈ જવાતો રૂ.1.28 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો ત્રણ સામે ફરિયાદ

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા LCBએ ગત રાત્રિના સમયે વિજયનગર તાલુકાના ડૈયા નજીકથી પીકઅપ ડાલામાં ગુપ્તખાનું બનાવી અમદાવાદ તરફ લઈ જવાઈ રહેલા રૂ.1.28 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એકની અટકાયત કરી હતી. ત્યાર બાદ અંદાજે રૂ.7.33 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ ત્રણ જણા વિરૂદ્ધ વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાઈ હતી.

આ અંગે LCBના PI એસ.એન.કરંગીયા તથા PSI એસ.જે.ચાવડાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, મંગળવારે મળેલ માહિતી આધારે રાજસ્થાનથી વિજયનગરના અભાપુર-ડૈયા થઈને અમદાવાદ તરફ પીકઅપ ડાલા નંબર GJ.09.AU.8969માં પતરાની નીચે ગુપ્તખાનું બનાવી પાસપરમીટ વિના વિદેશી દારૂ અમદાવાદ તરફ લઈ જવાઈ રહ્યો છે. જેને લઈને પોલીસે ડૈયા નજીક વાહન ચેકીંગ કરતાં બાતમી મુજબનું ડાલુ જતું હતું. ત્યારે એલસીબીના સ્ટાફે તેને રોકી લીધું હતું.

ત્યાર બાદ ચાલક સરતાનભાઈ નાગજીભાઈ રબારીની પૂછપરછ કરી ગુપ્તખાનામાંથી અંદાજે રૂ.1.28 લાખથી વધુની કિંમતની 1218 દારૂની બોટલો મળી આવી હતી. ત્યાર બાદ પોલીસે રૂ.5 હજારનો મોબાઈલ, રૂ.6 લાખનું પીકઅપ ડાલુ મળી અંદાજે રૂ.7.33 લાખનો મુદ્દામાલ કબ્જે લીધા બાદ પકડાયેલા સરતાનભાઈ રબારી અને બલીયા ઠેકાના રાજુભાઈ મોતીભાઈ કલાલ અને અલ્પેશભાઈ બુધાભાઈ સોઢા વિરૂદ્ધ વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.