તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના સર્જક અસિતભાઈ મોદીએ વોટ આપવા અનુરોધ કર્યો

મહેસાણા
મહેસાણા

આળસ કરશો નહીં થોડો તડકો સહન કરજો પણ મતદાન જરૂર કરજો આ શબ્દો છે વડનગરના વતની અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના પ્રોડ્યુસર નિર્દેશક અસિતભાઈ મોદીના છે. અસિતભાઈ મોદીએ તાજેતરમાં પોતાના વતન વડનગરની મુલાકાત લીધી હતી. તે દરમિયાન તેમણે સૌને મતદાન અવશ્ય કરશો એવો અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, થોડો તડકો જરૂર સહન કરજો પણ મતદાન જરૂર કરજો. આપણા માટે લોકશાહીનો પર્વ લોકશાહીનો ઉત્સવ છે. હું પણ વડનગરનો છું એટલે સૌને અપીલ કરું છું. ૭ મે ના રોજ વહેલા જઈને મતદાન કરીએ પછી ચા નાસ્તો કરીએ. મત આપશો તો જ દેશનો વિકાસ થશે અને આપણે સમૃદ્ધિના માર્ગે જઈશું. સમગ્ર રાજ્યની જેમ મહેસાણા જિલ્લામાં પણ લોકસભા સામાન્ય ચૂંટણી સાતમી મે ૨૦૨૪ ના રોજ યોજાનાર છે. તેના માટે જિલ્લામાં વધારેમાં વધારે મતદાન થાય એ માટે વિવિધ પ્રચાર માધ્યમો અને સમાજના પ્રતિષ્ઠિત લોકો દ્વારા મતદાતાઓને અવશ્ય મતદાન કરવા માટેના પ્રેરક સંદેશાઓ અને વિચારો રજૂ કરાવવા માટે જિલ્લા વહીવટી અને ચૂંટણી તંત્ર દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.