આઈ.પી.એલ 2024 માં હૈદરાબાદે દિલ્હીને 67 રનથી હરાવી, પોઇન્ટ્સ ટેબલ માં બીજા નંબરે આવી ગયું

Sports
Sports

આઈ.પી.એલ 2024 ની  17મી સિઝનમાં શનિવારે સનરાઈઝર્સ હૈદરાબાદ ની ટીમે દિલ્હી કેપિટલ્સ ને 67 રનથી હરાવ્યું હતું. દિલ્હી કેપિટલ્સનો દાવ ખોરવાઈ ગયો હતો અને ટીમે 199 રનમાં નવ વિકેટ ગુમાવી દીધી છે. નટરાજને કુલદીપ યાદવને આઉટ કરીને દિલ્હીને નવમો ઝટકો આપ્યો હતો. કુલદીપ ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. આ મેચ જીતીને સનરાઈઝર્સ હૈદરાબાદ દસ પોઇન્ટ્સ સાથે પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમાંકે આવી ગઈ છે.

પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે ટ્રેવિસ હેડના 32 બોલમાં 89 રન, અભિષેક શર્માના 12 બોલમાં 46 રન અને શાહબાઝ અહેમદના 29 બોલમાં અણનમ 59 રનની મદદથી 20 ઓવરમાં સાત વિકેટે 266 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી માટે જેક ફ્રેઝર મેકગર્કે તોફાની ઇનિંગ રમી હતી અને 18 બોલમાં 65 રન બનાવ્યા હતા, પરંતુ તેના આઉટ થયા બાદ દિલ્હીનો દાવ ખોરવાઈ ગયો હતો અને ટીમ 19.1 ઓવરમાં 199 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. દિલ્હી માટે કેપ્ટન રિષભ પંતે 35 બોલમાં 44 રન બનાવ્યા હતા. હૈદરાબાદ માટે ટી. નટરાજને ચાર ઓવરમાં 19 રન આપીને ચાર વિકેટ લીધી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.