પાટણ તાલુકાના રૂવાવી- ડાભડી માર્ગ પર કાર અને એકટીવા વચ્ચે સર્જાયેલા અકસ્માત માં આધેડ નું મોત નીપજ્યું

પાટણ
પાટણ

પોલીસે અકસ્માતે ગુનો નોંધી લાશને પાટણ સિવિલ મા પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી

પાટણ જિલ્લા સહિત શહેર અને ગ્રામ્ય વિસ્તારોના હાઇવે માર્ગો પર બેફામ બની દોડતાં વાહન ચાલકો દ્વારા અવાર નવાર નાના મોટા માગૅ અકસ્માત ના બનાવો સજૅતા હોય છે અને આવા માગૅ અકસ્માત ના બનાવોમાં અનેક નિદોર્ષ માનવ જીદગી મોતના મુખમાં ધકેલાતી હોય છે ત્યારે પાટણના રૂવાવી- ડાભડી માગૅ પર ગુરૂવારે એકટીવા અને કાર વચ્ચે સજૉયેલ ગમખ્વાર અકસ્માતમાં રૂવાવી ના આધેડ નું ગંભીર ઈજાઓ ના કારણે મોત નિપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી છે.

આ અકસ્માત ના બનાવની મળતી હકીકત મુજબ પાટણ તાલુકાના રૂવાવી થી ડાભડી તરફ જવાના માર્ગ પરથી એકટીવા લઈને પસાર થઇ રહેલા ચાલકને સામે થી પુરપાટ આવતી કારના ચાલકે ધડાકાભેર ટકકર મારતા પાટણ તાલુકાના રૂવાવી ગામના વતની એકટીવા ચાલક આધેડ વિઠ્ઠલભાઈ ભીખાભાઈ પટેલ રોડ પર પટકાતાં ગંભીર ઈજાઓ ના કારણે તેઓનું મોત નિપજ્યું હતું.

જ્યારે આ સંદર્ભે પાટણ તાલુકા પોલીસને જાણ થતાં પોલીસે અકસ્માત સ્થળે દોડી આવી લાશનું પંચનામું કરી પીએમ માટે લાશને પાટણ સિવિલ હોસ્પિટલમાં ખસેડી અકસ્માતે મોત નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ શહેર અને હાઇવે પરના માર્ગો પરથી બે ફોમ પણે વાહનો હંકારતા ચાલકો દ્વારા અવારનવાર સર્જાતા આવા નાના મોટા માર્ગ અકસ્માતના બનાવોને બનતા અટકાવવા પાટણ જિલ્લા ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાય તેવી લોક માંગ પ્રબળ બની છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.