ઉત્તર ગુજરાત : પાંચ શહેરોનું દિવસનું તાપમાન પોણા બે ડિગ્રી સુધી ઉંચકાયું

ગુજરાત
ગુજરાત

ઉત્તર ગુજરાતમાં બુધવારે ગરમ પવન સીધા જમીન પર ઉતરતાં મુખ્ય પાંચ શહેરોનું દિવસનું તાપમાન પોણા બે ડિગ્રી સુધી ઉંચકાયું હતું. ગરમીનો પારો 39 ડિગ્રી પાર પહોંચતાં છ દિવસ બાદ ઉત્તર ગુજરાત જાણે આકરી ગરમીથી સેકાતું હોય તેવી ગરમીનો અનુભવ થયો હતો.

બુધવારે પ્રતિ કલાકે સરેરાશ 6 કિલોમીટરની ઝડપે ગરમ પવન જમીન સ્તરથી નજીકથી પસાર થતા દિવસનું તાપમાન પોણા બે ડિગ્રી સુધી ઉંચકાયું હતું. મુખ્ય પાંચ શહેરોમાં ગરમીનો પારો 39.4 થી 40.4 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. જેના કારણે બપોરના સમયે આગ ઓકતી ગરમી અનુભવાઇ હતી. આ દરમિયાન ગરમ પવનની થાપટોના કારણે શરીર રીતસરનું સેકાઇ રહ્યું હોય તેવી ગરમીનો સામનો કરવો પડ્યો હતો. ગરમ પવનની અસર મોડી સાંજ સુધી જોવા મળી હતી. આ અગાઉ ગત 18 એપ્રિલના રોજ આવી જ ગરમી પડી હતી.

હવામાન વિભાગની આગાહી મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરના કારણે ગુરુવારે બપોર પછી વાતાવરણમાં પલટો આવી શકે છે. જેના કારણે આગામી 48 કલાક દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના છુટછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદના હળવાં ઝાપટાં પડી શકે છે.

ગરમીનો પારો

મહેસાણા 40.0 ડિગ્રી

પાટણ 39.7 ડિગ્રી

ડીસા 39.4 ડિગ્રી

હિંમતનગર 40.4 ડિગ્રી

મોડાસા 40.0 ડિગ્રી

6 દિવસ બાદ ઉત્તર ગુજરાત આકરી ગરમીથી સેકાયું


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.