બિહારના પટનામાં બે મોટી ઈમારતોમાં ભીષણ આગ લાગવાની દુર્ઘટના, 4 મોત, 10 થી વધુ ઘાયલ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ગુરુવારે સવારે 10.30 વાગ્યે બિહારની રાજધાની પટનામાં જંકશન પાસે આવેલી બે મોટી ઈમારતોમાં ભીષણ આગ લાગવાની દુર્ઘટના બની હતી. પટના રેલવે સ્ટેશન નજીકની બે ઈમારતોમાં ભીષણ આગ દુર્ઘટનામાં બે મહિલા સહિત ચાર લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં 10 થી વધુ લોકો ગંભીરપણે ઘાયલ થયા છે તમામને પીએમસીએચમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આગની દુર્ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં અફરા-તફરી મચી ગઈ હતી. બે ઈમારતોમાંથી એક ઇમારત પાલ નામની હોટલ છે અને આગ લાગી ત્યારે હોટલમાં ઘણા લોકો હાજર હતા.

આગ દુર્ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ ઓલવવામાં વ્યસ્ત છે. જાણવામાં આવી રહ્યું છે કે 40 થઈ વધુ ફાયર બ્રિગેડની મદદથી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગેસ સિલિન્ડર લીક થવાના કારણે આગ લાગવાની દુર્ઘટના બનવા પામી હતી.

ગેસ સિલિન્ડરની આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ હતી. હોટલના સ્ટાફ દ્વારા આગને ઓલવવા માટે કરવામાં આવેલા પ્રયાસો તે કેટલી ભયાનક છે તેની સરખામણીમાં ઓછા લાગે છે. ફાયર વિભાગ દ્વારા કાંકરબાગ, લોદીપુર સહિત આસપાસ ના વિસ્તારોના ફાયર સ્ટેશનોમાંથી ફાયર ટેન્ડરોની વ્યવસ્થા કરવામાવી હતી.  ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઓવરબ્રિજ ઉપર અને નીચે જામ છે. આસપાસની અનેક ઈમારતોને પણ નુકસાન થી હતું. પાલ હોટલ ઉપરાંત પંજાબી નવાબી અને બલવીર સાયકલ સ્ટોરમાં પણ આગ લાગી હતી. ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર 30 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, નજીકની ઈમારતોમાં આગ લાગતા ડઝનબંધ લોકો ફસાઈ ગયા હતા. તેમને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. ક્રેન દ્વારા આઠમા માળ સુધી લોકોને બહાર કાઢવામાં સફળતા મળી હતી. પટના પોલીસની ટીમ ફાયર બ્રિગેડ સાથે આગ ઓલવવામાં અને બચાવમાં લાગેલી છે. પોલીસ અને અગ્નિશામક દળ હોટલ પાલ પાસે સ્થિત ઘરોમાં પહોંચી ગયા છે. લોકોને બહાર કાઢ્યા બાદ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ ઓલવવાના પ્રયાસો અને બચાવ કાર્ય માં લાગી ગયા હતા જ્યારે 4 થઈ 5 કલાક ની મહેનત બાદ આગને  ઓલવી દેવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.