મલેશિયાની કંપનીએ શૂઝ પર છાપ્યો ‘અલ્લાહ’ શબ્દ જેવો લોગો, થયો મોટો હોબાળો

Business
Business

મલેશિયામાં જૂતા બનાવતી કંપનીના લોગોને લઈને વિવાદ ઉભો થયો છે. કંપની દ્વારા જૂતા પર છપાયેલા લોગો સામે મુસ્લિમ સમુદાયે વાંધો વ્યક્ત કર્યો છે. મુસ્લિમ સમુદાયનું કહેવું છે કે કંપનીનો ‘લોગો’ અરબી શબ્દ ‘અલ્લાહ’ જેવો છે. હવે વાંધો ઉઠાવ્યા બાદ કંપનીએ માફી માંગી છે. આ સાથે જૂતાનું વેચાણ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.

કંપનીએ સ્પષ્ટતા આપી છે

જ્યારે જૂતા બનાવતી કંપની ‘વર્ન હોલ્ડિંગ્સ’એ સ્પષ્ટતા આપતા કહ્યું છે કે હાઈ હીલના શૂઝ પર ‘લોગો’ છાપવામાં આવ્યો છે. જોકે, કંપનીએ સ્વીકાર્યું કે ડિઝાઇનની ખામીને કારણે લોગો ખોટી રીતે પ્રિન્ટ કરવામાં આવ્યો હતો. કંપનીએ એમ પણ કહ્યું હતું કે તેણે જૂતાનું વેચાણ બંધ કરી દીધું છે અને ખરીદનાર ગ્રાહકોને કિંમત પરત કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. આ સાથે, કંપની ‘વર્ન’ એ સોશિયલ મીડિયા પર એક નિવેદનમાં કહ્યું છે કે “અમારો હેતુ કોઈ ધર્મ અથવા આસ્થાને બદનામ કરવાનો કે અપમાન કરવાનો નહોતો. મેનેજમેન્ટ માફી માંગે છે. અમે ક્ષમાની આશા રાખીએ છીએ જેથી કરીને અમે આ ભૂલ સુધારી શકીએ.”

1100થી વધુ શૂઝ જપ્ત

પોલીસે સોમવારે જણાવ્યું હતું કે તેઓએ ‘વર્ન’ નામની કંપનીની દુકાનોમાંથી 1,100 થી વધુ જૂતા જપ્ત કર્યા છે, જે જૂતા પર ધાર્મિક પ્રતીકો જેવા લોગો છાપે છે. આ સાથે, મલેશિયામાં ઇસ્લામિક બાબતોનું ધ્યાન રાખનારી એજન્સી ઇસ્લામિક વિકાસ વિભાગે કંપનીના સ્થાપક એનજી ચુઆન હુને પણ સમન્સ પાઠવ્યું હતું. ઈસ્લામિક વિભાગે કહ્યું છે કે જો પુરાવા મળશે કે આ ‘લોગો’ ઈરાદાપૂર્વક આ રીતે બનાવવામાં આવ્યો છે, તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.