હાર્દિક પંડ્યાને હજુ સારું પ્રદર્સન કરવા માત્ર 8 મેચ જ બાકી છે

Sports
Sports

ટી 20 વર્લ્ડકપ 2024ની શરુઆત 1 જૂનથી શરુ થશે, આને વધુ સમય પણ હવે નથી. આ ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમની પસંદગી એપ્રિલ મે મહિનાના અંત સુધીમાં કરવામાં આવશે, પરંતુ આ પહેલા બીસીસીઆઈએ પસંદગી સમિતિ માટે ભારતીય ટી20 ક્રિકેટ ટીમના ઉપ-કેપ્ટન હાર્દિક પંડ્યાનો ફોર્મ પણ ચિંતાનો વિષય છે. હાર્દિક પંડ્યા આઈપીએલ 2024માં ખરાબ ફોર્મમાં જોવા મળી રહ્યો છે અને તેમણે બોલ અને બેટથી પહેલી 6 લીગ મેચમાં સારું પ્રદર્શન કર્યું નથી. સીએસકે વિરુદ્ધ તેમણે એક ઓવરમાં 26 રન કર્યા અને તેની બોલિંગ પર પણ સવાલો થઈ રહ્યા છે.

હાર્દિક પંડ્યાએ જે રીતનું પ્રદર્શન અત્યારસુધી કર્યું છે, ત્યારબાદ તેના પર સવાલો ઉઠી રહ્યા છે. જો તેનું ખરાબ ફોર્મ આમ જ ચાલતું રહ્યું તો શું તે ટી20 વર્લ્ડકપ 2024ની ભારતીય ટીમમાં સ્થાન બનાવી શકશે ? ભારતીય સિલેક્ટર્સ આ વાતથી જરુર ખુશ હશે કે, શિવમ દુબે, હાર્દિક પંડ્યાનો વિકલ્પ બની શકે છે.જે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. આઈપીએલ 2024ની આ સીઝનમાં હાર્દિક પંડ્યા પોતાની ટીમ મુંબઈ માટે છઠ્ઠા નંબર પર બેટિંગ કરે છે અને તેમણે 6 ઈનિગ્સમાં 131 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ અત્યારસુધી 145.56નો રહ્યો છે.

હાર્દિક પંડ્યા શાનદાર ખેલાડી છે તે ટીમમાં હોય છે ત્યારે ટીમ અનેક મેચ પણ જીતી ચુકી છે, પરંતુ હાલમાં તેનું ખરાબ ફોર્મ ચાલી રહ્યુ છે. જે ભારત માટે મોટી સમસ્યા બની શકે છે. આઈપીએલમાં તેનું બેટ અને બોલ બંન્ને શાંત જોવા મળી રહ્યા છે.હાર્દિક પંડ્યાને હજુ 8 લીગ મેચ રમવાની છે અને તેમણે આ દરમિયાન પોતાને સાબિત કરવાની તક છે. જો તે પોતાને સાબિત નહિ કરી શકશે તો તેની ટિકિટ વર્લ્ડકપ માટે આવશે નહિ. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં પણ તળિયે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.